મુંદરા, તા. 4 : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.
(એપીએસઈઝેડ) સતત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. ઓગસ્ટમાં અદાણી પોર્ટના કાર્ગો વોલ્યૂમ
હેન્ડાલિંગમાં પાંચ ટકાનો વધારો નોંધાયો છે. મુંદરા અને તુણા પોર્ટમાં ઓગસ્ટમાં ચાર
દિવસના હવામાનમાં ડીપ ડિપ્રેશન કન્ડિશન છતાં થયેલી વૃદ્ધિ નોંધાઈ છે. એક્સચેન્જ ફાઈલિંગ
મુજબ, અદાણી પોર્ટ્સે ઓગસ્ટમાં કુલ 36.1 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જેમાં
સૌથી વધુ ગ્રોથ કન્ટેનર હેન્ડલિંગમાં નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં વાર્ષિક ધોરણે 11
ટકા વૃદ્ધિ સાથે ગત વર્ષની સરખામણીએ આગળ વધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મુંદરા અને તુણામાં
હવામાનમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ છતાં વોલ્યૂમ
હેન્ડાલિંગમાં વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 5ાંચ મહિના દરમ્યાન
અદાણી પોર્ટ્સે કુલ 182.4 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે વાર્ષિક ધોરણે
સાત ટકાનો વધારો દર્શાવે છે. આ વધારામાં કન્ટેનર, લિક્વિડ અને ગેસ કાર્ગો હેન્ડાલિંગનો
સમાવેશ થાય છે. ચાલુ વર્ષે ઓગસ્ટ-2024માં રેલ કાર્ગો વોલ્યૂમ સાથે કંપનીની લોજિસ્ટિક્સ
શાખાએ પણ નોંધપાત્ર કામગીરી નોંધાવી છે. દરમ્યાન, કટ્ટુપલ્લી પોર્ટે ઓગસ્ટ-2024માં
અત્યાર સુધીનું સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યૂમ હેન્ડલ કર્યું હતું. ઓગસ્ટ માસ દરમ્યાન
એપીએસઈઝેડએ 14 લાખ ટન કાર્ગો વોલ્યૂમ હેન્ડલ કર્યું હતું. બ્લૂમબર્ગના આંકડા અનુસાર
અદાણી પોર્ટ્સને ટ્રેક કરી રહેલા 18 એક્સપર્ટ્સમાંથી 16 એક્સપર્ટ્સે `બાય' રાટિંગ આપ્યું છે. 30 ઓગસ્ટના અદાણી
પોર્ટ્સે એસ્ટ્રો ઓફશોર ગ્રુપમાં 185 ડોલર મિલિયનમાં 80 ટકા હિસ્સો મેળવી વ્યૂહાત્મક કદમ ઊઠાવ્યું છે. આ સોદો
અગ્રણી વૈશ્વિક મરીન ઓપરેટર બનવાના એપીએસઈઝેડના ધ્યેયને પ્રબળ બનાવશે. ઓફશોર ગ્રુપનું
મૂલ્ય 235 ડોલર મિલિયનનું એન્ટરપ્રાઇઝ વેલ્યુએશન ધરાવે છે.