ભુજ, તા. 4 : ભારત સરકાર દ્વારા દર પાંચ વરસે પશુધન ગણતરી કરવામાં
આવે છે. ચાલુ વરસે ર1મી પશુધન ગણનાની પ્રક્રિયા હાથ ધરાઈ ચુકી છે. આ ગણના માત્ર ગામ
અને શહેરમાં થતી હોઈ, ગામથી દૂર વગડા અને જંગલોમાં પશુઓ ચરાવતા વિચરતા માલધારીઓના પશુઓ
ગણતરીમાંથી બાકાત રહી જતા હતા. કેન્દ્રના પશુપાલન
મંત્રાલયમાં લાંબા સમયથી કચ્છની સહજીવન સેન્ટર ફોર પાસ્ટોરાલિઝમ, લાઈફ નેટવર્ક, મારગ
જેવી વિવિધ સંસ્થાઓ મારફતે વારંવાર રજુઆતો કરવામાં આવી રહી હતી, જેના અનુસંધાને ભુજ એલ.એલ.ડી.સી. ખાતે યોજાયેલ લીવીંગ લાઈટલી માલધારી
પ્રદર્શનમાં આવેલા તત્કાલીન પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલાએ આ વાતનો સ્વીકાર કરીને ર1મી
પશુધન વસ્તી ગણતરીમાં માલધારીઓના પશુધનનો સમાવિષ્ટ કરવાની આધિકારીક જાહેરાત કરી હતી.
કચ્છની સહજીવન સંસ્થા દેશના વિવિધ રાજયોમાં કાર્યરત છે, વિચરતા માલધારીઓની ગણતરી સૌ
પ્રથમ વખત હાથ ધરાઈ રહેલ હોઈ, સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી માલધારીઓ સુધી પહેંચીને
વધુમાં વધુ માલધારીઓના પશુધન ગણતરીમાં આવરી લેવાય તે માટે કચ્છની સહજીવન સેન્ટર ફોર પાસ્ટોરાલિઝમ સંસ્થા દ્વારા
સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયના પશુપાલન વિભાગ સાથે એક એમ.ઓ.યુ. કરવામાં
આવેલ છે. હૈદ્રાબાદ સ્થિત રેઈનફેડ એગ્રીકલ્ચર નેટવર્ક પણ આ કાર્યમાં સામેલ થયેલ છે.
આ એમ.ઓ.યુ. હેઠળ સહજીવન સંસ્થા દેશના રર રાજયના પશુપાલન વિભાગોને પશુ ગણનામાં માલધારીઓ
સુધી પહોંચવા માટે જે તે રાજયોની સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના જોડાણથી પશુગણનામાં મદદ
કરી રહેલ છે. કચ્છમાં આશરે પ9 હજાર જેટલા માલધારી પરિવારો હોવાની સંભાવના છે. કચ્છના
છ થી સાત હજાર રબારી પરિવારો ગુજરાતના વિવિધ
જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, આન્ધ્રપ્રદેશ વિગેરે રાજયોમાં સ્થાળાંતર
કરી રહેલ છે. આ પશુધન ગણનાથી કચ્છમાં પશુધન સંખ્યાની સાથે સાથે વિચરતા માલધારીઓની સંખ્યા,
તેમના પશુધનની સંખ્યા, વિવિધ સમુદાયો ગુજરાતના
પણ મોટાભાગના જિલ્લાઓમાં માલધારીઓની વસ્તી બહોળા પ્રમાણમાં જોવા મળે છે. કચ્છની સહજીવન
સંસ્થાના સેન્ટર ફોર પાસ્ટોરાલિઝમ દ્વારા દિલ્હી ખાતે એક પાસ્ટોરલ લાઈવસ્ટોક સેન્સસ
સપોર્ટ સેલની સ્થાપના કરવામાં આવી છે. તેવું
સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેકટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયું છે.