ભુજ તા. 6 સાતમી ઓગસ્ટ, નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે વિદ્યાર્થી,
વાલી અને શિક્ષકોમાં પ્રિય બનેલા `કચ્છમિત્ર જુનિયર' અને કચ્છની હસ્તકલા અને કારીગરો સાથે કામ
કરતી સંસ્થા `ખમીર'ના ઉપક્રમે
ભુજોડી પ્રા. શાળાના સહયોગથી વિશેષ કાર્યક્રમ યોજાયો છે. ખમીર દ્વારા કચ્છના કસબને શિક્ષણ પ્રક્રિયામાં જોડવાનો
પ્રકલ્પ `સુગરી શાળા'
આરતી ફાઉન્ડેશનના સહયોગથી છેલ્લા ત્રણ વર્ષથી
ચાલી રહ્યો છે. સાતમી ઓગસ્ટે રાષ્ટ્રીય હાથસાળ દિન પ્રસંગે ભુજોડી પ્રા. શાળા ખાતે
વણાટકામ સાથે સંકળાયેલા કારીગરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ નામાંકિત કારીગરો સાથે સંવાદ
કરશે તે સાથે હેન્ડલૂમ ક્ષેત્રમાં આવેલા પરિવર્તનની વાત કરશે. એલસીડી પર વિશેષ દિનની પ્રસ્તુતિ સાથે હાથસાળ પર નિદર્શન રજૂ
કરશે. આ કાર્યક્રમમાં કચ્છમિત્રના મેનેજર મુકેશ ધોળકિયા, કચ્છમિત્ર જુનિયરના સંપાદક
સંજય ઠાકર, ખમીરના ડાયરેકટર ઘટિતભાઈ લહેરુ અને એવોર્ડી કારીગરો ઉપસ્થિત રહેશે એવું
ખમીરના કો-ઓર્ડિ. ઋષિ કીર્તિકર અને શાળાના આચાર્ય પીયૂષ ટાંકે જણાવ્યું હતું.