• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

ગાંધીધામ આદિપુરમાં હજુ ડોર ટુ ડોરની કામગીરી સોમવાર સુધી બંધ રહે તેવી વકી

ગાંધીધામ, તા. 26 : એક તરફ સફાઈના કોન્ટ્રાકટની ટેન્ડર પ્રક્રિયા અટકી પડી છે, તે ઉપરાંત ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા કામદારો હડતાળ ઉપર છે. હજુ સુધી તેનું નિરાકરણ ન આવતા હજુ સંકુલમાં ઘરોઘર કચરો ઉપાડવાની કામગીરી હજુ સુધી બંધ જ રહેશે. કામદારો પગારના મુદ્દે બુધવારથી હડતાળ ઉપર છે, જેના કારણે બે-ત્રણ દિવસથી ડોર ટુ ડોર કચરા એકત્રીકરણની કામગીરી ઠપ્પ છે. હજુ સોમવારે ઠેકેદાર સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે, ત્યારે હજુ બે દિવસ આ કામગીરી સંકુલમાં બંધ જ રહેશે. થોડા સમય અગાઉ પણ પગારના મુદ્દે ઠેકેદારના કામદારો હડતાળ ઉપર ઉતર્યા હતા, ત્યારે સફાઈ સહિતની તમામ કામગીરી બંધ જ રહી હતી. 

Janmadin Vishesh Purti

Panchang