• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

આદિપુરની કોલેજમાં સશક્તિકરણ દિવસ ઊજવાયો

ગાંધીધામ, તા. 25 : અહીંના આદિપુર ખાતે અંજના હઝારી કોમ્યુનિટી ડેવલોપમેન્ટ સેન્ટર તથા પરફેક્ટ રિટ્રેડસ પ્રા.લિ. રાજકોટ દ્વારા પ્રાયોજિત અને ગાંધીધામ કોલેજિએટ બોર્ડ દ્વારા સશક્તિકરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મહિલાઓએ ભાતીગળ પોશાક પહેરી કચ્છી સંસ્કૃતિને રજૂ કરતી કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગાંધીધામ કોલેજિએટ બોર્ડના પ્રમુખ સુજાતા નાઈકના હસ્તે કરાયું હતું. તેમણે અડગ મનોબળ હોય તો જિંદગીના દરેક સોપાન સર કરી શકાય તેવો સૂર પ્રગટ કર્યો હતો. બોર્ડના ટ્રસ્ટી શ્રી કાર્લોએ જણાવ્યું હતું કે, દેશની મહિલા શારીરિક, માનસિક અને આર્થિક રીતે સક્ષમ હશે તો જ ભાવિપેઢી મજબૂત બનશે. જે.આર. ગ્રુપ ગાંધીધામના મેનેજિંગ ડાયરેક્ટર તેમજ દાતા ધીરેનભાઈ રાજદેએ મહિલા સશક્તિકરણ માટે શિક્ષણ તેમજ આધુનિક ટેકનોલોજી પર ભાર મૂક્યો હતો. બોર્ડના મુખ્ય વહીવટદાર કે. વેન્કટેશ્વરલુએ ગ્રામ્ય વિસ્તારના કુશળ અને અર્ધ કુશળ મજૂરોને આધુનિક તાલીમ દ્વારા કુશળ બનાવવાની વાત કરી હતી. અદાણી પોર્ટ મુંદરાના સાગર કોટકે ક્રેન ઓપરેટર જેવા કોર્સ કરવા માટે એમઓયુ થવાની માહિતી આપી હતી. શ્રૃજનના મેનેજિંગ ડિરેક્ટર અને હસ્તકલા ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અમીબેન શ્રોફે તાલીમાર્થી બહેનોને આર્થિક ઉપાર્જન માટે માર્ગદર્શન આપ્યું હતું. આઈ.સી.આઈ.સી.આઈ. બેંક આદિપુરના સુનીલ મહેશ્વરીએ બેન્કેબલ યોજના અંગે પ્રકાશ પાડયો હતો. ટ્રસ્ટી અને ચેરમેન પ્રો. એચ.કે. કૃપલાણીએ પ્રવૃત્તિની સરાહના કરી હતી. કેમ્પસ ડિરેક્ટર એલ.એચ. દરયાણીએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સેન્ટર દ્વારા સંચાલિત રોજગારલક્ષી અગિયાર તાલીમવર્ગોમાં નિર્મિત હસ્તકલાના નમૂનાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને તાલીમવર્ગમાં સફળ થયેલા તાલિમાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું. પ્રારંભે પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પ્રો. હાર્દિક જી. મકવાણાએ સેન્ટરની કામગીરીની ઝલક દર્શાવી હતી. આભારવિધિ તોલાણી પોલિટેકનિકના પ્રિન્સિપાલ તથા પ્રોજેક્ટ હેડ પ્રો. સુરેશ પારિકે કરી હતી. તોલાણી કોમર્સ કોલેજના આચાર્ય મનિષભાઈ પંડયા, આર્ટ અને સાયન્સ કોલેજના આચાર્ય સુશિલ ધર્માણી, ટીમ્સ કોલેજના આચાર્ય સંપદા કાપસે  ઉપસ્થિત રહ્યા હતા. આયોજન-વ્યવસ્થા પ્રોજેક્ટ ઓફિસર નયના ભટ્ટે સંભાળ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રશિક્ષક ભાવિતાબેન ચાવડા, વર્ષાબેન પિત્રોડા, હર્ષાબેન ત્રિવેદી, હેમાબેન ચાવડા, ઈલાબેન મહેશ્વરી, જયશ્રીબેન તેજવાણી, તુલશીબેન સરાલિયા વગેરેએ સહયોગ આપ્યો હતો. સતાપર ગામના સરપંચ ગીતાબેન ડુંગરિયા તથા ઉષાબેન ગોસ્વામી, હેત્વી પિત્રોડા, હરખુંબેન રબારી વગેરેનો સહકાર સાંપડયો હતો. 

Janmadin Vishesh Purti

Panchang