• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

ઐતિહાસિક ઘડીએ નારી શક્તિને વંદન

નવી દિલ્હી, તા. 19 : નવું સંસદ ભવન કાર્યરત થયાના પહેલા દિવસે મોદી સરકારે લોકસભામાં ઐતિહાસિક મહિલા અનામત ખરડો `નારી શક્તિ વંદન અધિનિયમ' (1ર8મું સંવિધાન સંશોધન વિધેયક ર0ર3) રજૂ કર્યો છે જેના પર બુધવારે ચર્ચા કરવામાં આવશે. આ ખરડાથી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત મળશે. ભારતીય સંસદમાં આજે પ્રસ્તુત ઐતિહાસિક મહિલા આરક્ષણ વિધેયકની વિસ્તૃત જાણકારી અનુસાર ચૂંટણી મતક્ષેત્રોનાં સીમાંકન બાદ જ તેને લાગુ કરવામાં આવશે. તેનો અર્થ એવો થાય કે, જો આ વિધેયક અત્યારે સંસદમાં પસાર થઈ જાય તો પણ 2029ની લોકસભા ચૂંટણી પહેલા તે લાગુ કરવું અસંભવ રહેશે કારણ કે આ કાયદો ત્યારે જ લાગુ થાય જ્યારે સીમાંકન અને કાયદો ઘડાયા પછીની પહેલી જનગણના થઈ ગઈ હોય. ભારતમાં 2027 પહેલા વસ્તી ગણતરી થવાની પણ કોઈ શક્યતા નથી. મંગળવારે કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે વિપક્ષના હંગામા વચ્ચે શ્લોકનું પઠન કરી નારીશક્તિને વંદન કરીને ખરડો રજૂ કર્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહયુ કે આજે આ બિલ સંસદમાં રજૂ કરાયું છે જેના પર બુધવારે ચર્ચા કરાશે. મંત્રી મેઘવાલે કહયુ કે આ ખરડો મહિલા સશક્તિકરણ સાથે સંબંધિત છે. તે કાયદો બન્યા બાદ પ43 સદસ્યોવાળી લોકસભામાં મહિલા સાંસદોની વર્તમાન સંખ્યા 8રથી વધીને 181 થશે. ખરડો પસાર થયા બાદ વિધાનસભાઓમાં પણ મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત થઈ જશે. આ ખરડાની હાલ 1પ વર્ષ માટે જોગવાઈ કરવામાં આવી છે અને સંસદને તેને લંબાવવાનો અધિકાર હશે. તેમણે ર010માં મહિલા અનામત ખરડો રાજ્યસભામાં પસાર થયા બાદ તેને લોકસભામાં પસાર ન કરાવવા અંગે તત્કાલિન મનમોહન સિંહની સરકારની મંશા અંગે સવાલ ઉઠાવ્યો હતો. જાણકારો અનુસાર મહિલા અનામત ખરડો રજૂ કરાયો છે પરંતુ તે સીમાંકન બાદ લાગૂ થશે જે જનગણના પર આધારિત હશે. ર0ર4ની લોકસભા ચૂંટણી પહેલા જનગણના અને સીમાંકન લગભગ અસંભવ છે એટલે જો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયસર યોજાઈ તો પણ લાગૂ નહીં થાય. ર0ર9ની લોકસભા ચૂંટણી પહેલા કેટલીક વિધાનસભા ચૂંટણીઓમાં તેની અમલવારી થઈ શકે છે. 

Janmadin Vishesh Purti

Panchang