• રવિવાર, 17 મે, 2026

બિનહરીફ બેઠકો મુદે હાઈકોર્ટમાં PIL

અમદાવાદ, તા. 5 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ હવે કાનૂની જંગ શરૂ થયો છે. રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી અગાઉ રેકોર્ડબ્રેક 731 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. હવે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બિનહરીફ થવાની પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવતી એક જાહેર હિતની અરજી (PIL)કરવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.  અરજદાર વકીલ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થવી એ લોકશાહીની પ્રક્રિયા સામે પ્રશ્નાર્થચિહ્ન સમાન છે. અરજદારનો મુખ્ય તર્ક એ છે કે જ્યારે કોઈ ઉમેદવાર બિનહરીફ જાહેર થાય છે ત્યારે તે બેઠક પરના સામાન્ય મતદારોનો મતાધિકાર છિનવાઈ જાય છે. મતદારોને પોતાની પસંદગી વ્યક્ત કરવાની તક મળતી નથી જે બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે. આ અરજીમાં સૌથી મહત્વનો મુદ્દો નન ઓફ ધ અબાઉ (NOTA)ને લઈને ઉઠાવવામાં આવ્યો છે. અરજદારે માગ કરી છે કે ભલે સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોય તેમ છતાં ચૂંટણી યોજાવી જોઈએ અને ગઘઝઅને પણ ઉમેદવાર તરીકે ગણવો જોઈએ. જો ગઘઝઅ ને મળેલા મતો ઉમેદવાર કરતા વધારે હોય તો ત્યાં ફરીથી ચૂંટણી યોજાવી જોઈએ. માત્ર એક જ ફોર્મ હોવાના આધારે સીધા વિજેતા જાહેર કરી દેવાની પદ્ધતિને પડકારવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી આ અરજીમાં ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ સવાલો કરાયા છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે. જો હાઈકોર્ટ આ અરજી સ્વીકારે છે તો ભવિષ્યમાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા અને બિનહરીફ જાહેર થવાની પદ્ધતિમાં મોટા ફેરફારો આવી શકે છે.  

Panchang

dd