• રવિવાર, 17 મે, 2026

ટીવીકેની ધુંઆધાર ઓપનિંગ ઇનિંગ્સ

નવી દિલ્હી, તા. 4 : તમિલનાડુની રાજનીતિમાં 2026ની વિધાનસભા ચૂંટણી મોટા બદલાવનો સંકેત આપી રહી છે. રાજ્યની પારંપરિક સત્તા સંરચનામાં દશકોથી ડીએમકે અને એઆઇએડીએમકેનો સીધો મુકાબલો થતો હતો તે હવે તૂટી ગયો છે. આ વખતે તમિલનાડુમાં સિને સ્ટાર અને તમિલગા વેટ્રી કડગમ (ટીવીકે)ના થલપતિ વિજયની શાનદાર એન્ટ્રી થઈ છે અને તમિલનાડુની સત્તામાં વિજય મેળવ્યો છે. પોતાની ઓપનિંગ ઇનિંગ્સમાં જ અંદાજિત બે વર્ષ પહેલાં બનેલી પાર્ટીએ ધુંઆધાર ઇનિંગ રમી નાખી છે. તમિલનાડુમાં ટીવીકે 108 બેઠક ઉપર જીતી છે જ્યારે ડીએમકેને 62 તેમજ એઆઇએડીએમકેને 43 બેઠક મળી છે. ઉભરતી તાકાતનાં રૂપમાં ટીવીકે અને તેના નેતા વિજયે તમામ ચૂંટણી સમીકરણોને ધ્વસ્ત કરી દીધાં છે. તમિલનાડુમાં 234 સભ્યની વિધાનસભામાં બહુમતનો આંકડો 118 છે. જેમાં ટીવીકેને 109 સીટ મળી છે તમિલનાડુમાં હિન્દુ અને હિન્દુ વિરોધની રાજનીતિ કરીને સત્તામાં પરત ફરવાની કોશિશ કરી રહેલા એમકે સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિન સત્તા વિરોધી લહેરમાં વહી ગયા છે.  ચૂંટણીમાં સીએમ સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિને પૂરા અભિયાનને હિંદી થોપવા તેમજ દ્રવિડ ઓળખના નારા ઉપર કેન્દ્રિત રાખ્યું હતું. જો કે ડીએમકેની રણનીતિ સફળ થઈ નહોતી. ઉચ્ચ મતદાને સાબિત કરી દીધું હતું કે યુવાનો અને શહેરી મતદાતાઓ જૂની દ્રવિડિયન રાજનીતિથી કંટાળી ગયા છે અને હવે તેઓ પ્રશાસન, રોજગાર, શિક્ષા અને ડીએમકે શાસનમાંથી મુક્તિ ઈચ્છે છે.

Panchang

dd