અમદાવાદ, તા. 4 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં મિલકત અને અન્ય દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયાને
વધુ સુદ્રઢ બનાવવા માટે એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન
આપવાના ભાગરૂપે હવે સબ રજિસ્ટ્રારની કચેરીઓમાં રૂબરૂ ગયા વગર ઘરે બેઠા મોબાઈલમાંથી
કોઈ પણ નોંધાયેલા દસ્તાવેજની કોપી ઉપલબ્ધ થઈ શકશે. તેના માટે રાજ્યના મહેસૂલ વિભાગે
100 રૂપિયા પ્રોસાસિંગ ચાર્જ નક્કી
કર્યો છે. જેનું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં મિલકત સંબંધિત અને નોંધાવામાં આવેલા કરાર
સહિતના દસ્તાવેજોની કોપી મેળવવી હોય તો હાલમાં નાગરિકોને સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ
જવું પડે છે. ઓનલાઈન અરજી કર્યા પછી પણ નોંધાયેલા દસ્તાવેજની અધિકૃત નકલ માટે એક પાના
દીઠ 20 રૂપિયાનો ચાર્જ ચુકવવો પડતો
હતો. સંબંધિત દસ્તાવેજોના પાનાની સંખ્યા 12થી વધુ હોય છે. આથી, આવા દસ્તાવેજોના ડિજિટાઈઝેશન સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા એક પેજના 20 રૂપિયા લેખે 240 રૂપિયાથી વધારે રકમ વસુલવામા
આવતી હતી. રાજ્યના મહેસૂલ વિભાગે નોંધાયેલા
તમામ દસ્તાવેજો પહેલાથી જ ડિજિટલ ફોર્મેટ રહે અને ઓનલાઈન અરજી કર્યાથી નાગરીકોને મળી
રહે તેના માટે ઙ્ગઅક્ષુછઘછઙ્ઘ પોર્ટલ ઉપર ઈન્ડેક્સ-2ની સાદી નકલ ઉપલબ્ધ કરાવી છે. જ્યારે ઈંઘછઅ પોર્ટલ ઉપર તેની
પ્રમાણિત નકલ ઉપલબ્ધ કરાવી છે. આ બંને પોર્ટલ ઉપરથી કોઈ પણ નાગરિક સોફ્ટ કોપી મેળવી
શકે તે માટે મહેસૂલ વિભાગે એક પરિપત્ર મારફતે 100 રૂપિયાનો પ્રોસાસિંગ ચાર્જ નક્કી કર્યો છે.આ ફી ઓનલાઈન પોર્ટલના
નિભાવ અને ટેકનિકલ સુવિધાઓને વધુ સારી બનાવવા માટે લેવામાં આવી રહી છે. આ નિર્ણય નોંધણી
અધિનિયમ, 1908 અંતર્ગત મળેલી
સત્તાનો ઉપયોગ કરીને લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે આ મામલે એક મહત્વની સ્પષ્ટતા
પણ કરી છે કે આ રૂા. 100ની રકમ માત્ર
પ્રોસાસિંગ ચાર્જ પેટે લેવામાં આવી રહી છે. દસ્તાવેજની નોંધણી માટે જે નિયમિત સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી
ફી અગાઉ વસૂલવામાં આવતી હતી, તેના દરોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
એટલે કે, લોકોએ જૂના નિયમિત ટેક્સ અને ફી તો ભરવાની જ રહેશે,
પરંતુ તેની ઉપર આ વધારાના રૂા. 100નો બોજ સોદા દીઠ ઉમેરાશે.