નવી દિલ્હી, તા. 4 : દેશના વાણિજ્ય
અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે બુધવારે અમેરિકા સાથે વેપાર સંધિના વખાણ કરતાં જણાવ્યું
હતું કે આ કરારમાં દેશના કિસાનોને કોઈ નુકસાન નહીં થાય. ભારત અમેરિકા સાથે જે વેપાર
સંધિને અંતિમ રૂપ આપી રહ્યું છે, તેમાં
સંવેદનશીલ કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિતોની પૂરતી સુરક્ષા કરાશે. બન્ને દેશ જલ્દી સંયુક્ત નિવેદન જારી કરીને ઐતિહાસિક
મુક્ત વેપાર કરારની વિગતવાર જાણકારી આપશે તેવું તેમણે કહ્યું હતું. આ સમજૂતી અમેરિકા
સાથે સંબંધો વધુ મજબૂત કરવા સાથે 2047 સુધી `િવકસિત ભારત'ના લક્ષ્યની દિશામાં મોટી છલાંગ છે, તેવું ગોયલે જણાવ્યું હતું. દરમ્યાન વિપક્ષી સાંસદો દ્વારા વિરોધ અને નારેબાજી
વચ્ચે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, 140 કરોડ ભારતીયોની જરૂરતોની સુરક્ષા કરવી મોદી સરકારની ટોચની પ્રાથમિકતા
છે. ભારતે ડેરી, ચોખા, ઘઉં માંસ, પોલ્ટ્રી, અનાજ,
કૃષિપેદાશો જેવા સંવેદનશીલ ક્ષેત્રોને વેપાર કરારના દાયરાથી બહાર રાખ્યું
છે. વિપક્ષી સાંસદોએ હંગામો કરતાં વડાપ્રધાને સમજૂતી કરી લીધી છે.