• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ઈડી દરોડાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો

નવી દિલ્હી, તા.10 : પશ્ચિમ બંગાળ સરકારે રાજકીય સલાહકાર કંપની આઈ પેક સામે ઈડીના દરોડા અંગે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી અપીલ કરી માગ કરી છે કે રાજકીય સલાહકાર પેઢી સામે ઈડીના દરોડા અંગે તેનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ પસાર ન કરવામાં આવે.  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઈડી પર તેના અધિકાર ક્ષેત્રની બહાર કામ કરવાનો આરોપ લગાવ્યો છે. ઈડીએ શુક્રવારે કોલકાતા હાઇકોર્ટમાં અરજી કરી અને મમતા વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) તપાસની વિનંતી કરી હતી. ગુરુવારે ઈડીએ કરોડો રૂપિયાના કોલસા ચોરી કૌભાંડમાં મની લોન્ડારિંગ તપાસના ભાગ રૂપે કોલકાતામાં આઈ પેક અને તેના ડાયરેકટર પ્રતીક જૈન સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાર્યવાહી વખતે પરિસરમાં પ્રવેશ કર્યો અને ઘણા દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત મહત્ત્વપૂર્ણ પુરાવા લઈ ગયા હતા.  

Panchang

dd