નવી દિલ્હી, તા. 10 : રાષ્ટ્રીય
સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે અને તેને કોઈ રોકી
શકશે નહીં. આપણે બલિદાન આપીને ધર્મ બચાવ્યો છે. આજે સનાતનનું નામ દુનિયામાં ગુંજી રહ્યુyં છે. તેમણે એમ પણ કહ્યું કે જો આપણે ઊભા
રહીશું, તો દુનિયાની કોઈ શક્તિ આપણી સામે ટકી શકશે નહીં.
સંઘ વડા ભાગવતે મથુરાનાં વૃંદાવનમાં એક કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,
ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે અને તેને કોઈ રોકી શકશે નહીં. તેમણે કહ્યું
કે આગામી 20-30 વર્ષમાં, ભારત એક વિશ્વ નેતા અને સુખ અને શાંતિનું જીવન
પ્રદાન કરતું રાષ્ટ્ર બનશે. વૃંદાવનમાં સુદામા
કુટિ આશ્રમના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા પહોંચેલા ભાગવતે સુદામા કુટિના મહંત સુદીક્ષા દાસ મહારાજ,
મણિ ઋષિ સાધ્વી ઋતંબર મલુક પીઠ રાજેન્દ્ર દાસ મહારાજ અને અન્ય સંતોની
હાજરીમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું, આપણે ભારતમાં
રહેતા બધા લોકોને હિન્દુ માનીએ છીએ, પરંતુ બહારના લોકો આપણને
અલગ અલગ જાતિ તરીકે જુએ છે. આપણે એક થવું જોઈએ. બધા હિન્દુઓ એક થવા જોઈએ, સાથે બેસવું, ખાવું, વાત કરવી અને
ભેગા થવું જોઈએ.` ભાગવતે હિન્દુઓની એકતા પર ભાર મૂકતા કહ્યું કે, આ આરએસએસનું કુટુંબ પ્રબોધન છે. આપણે બલિદાન
આપીને ધર્મ બચાવ્યો છે. આપણે આપણા સંઘ કાર્ય દ્વારા ભક્તિભાવથી રાષ્ટ્રની સેવા કરીએ
છીએ. આપણે શક્તિ જાગૃત કરવાનું કાર્ય કરવું પડે છે. સંતો જ ભક્તિ કાર્ય કરે છે.