નવી દિલ્હી, તા. 10 : તેલ ખરીદીને
યુક્રેન સામે યુદ્ધમાં રશિયાને બળ પૂરું પાડવા બદલ તેવા દેશો પર જંગી ટેરિફની નીતિ
અપનાવી રહેલું અમેરિકા ભારતને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદીની છૂટ આપી શકે છે. ટ્રમ્પ
પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, આ ખરીદી પણ અમેરિકાની શરતો અને દેખરેખ હેઠળ જ કરવાની રહેશે. આ પહેલ પરથી એવો
સંકેત પણ મળે છે કે, અમેરિકાના પ્રતિબંધોનાં પગલે અટકી પડેલો
વેપાર હવે ફરી શરૂ થઇ શકે છે. એક અહેવાલ અનુસાર રિલાયન્સ પણ ઇચ્છે છે કે, અમેરિકા વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી છે. બીજી તરફ ટ્રમ્પે દુનિયાની
મોટી તેલ કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે વેનેઝુએલાનાં તેલ ક્ષેત્રમાં
નવ લાખ કરોડનાં રોકાણની વાત કરી હતી.`ઓપેક'ના સભ્ય
વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો તેલભંડાર છે, પરંતુ વિશ્વને
અપાતા તેલના જથ્થામાંથી તે માત્ર એક ટકા જ આપે છે. અમેરિકાએ 2019માં વેનેઝુએલા પર ઘણા કડક આર્થિક
પ્રતિબંધ મૂકી દીધા હતા. એટલું જ નહીં, પરંતુ તેની પાસેથી તેલ ખરીદતા દેશ પર પણ પ્રતિબંધો મૂક્યા હતા. આ પગલું એવા
સમયે સામે આવ્યું છે જ્યારે અમેરિકા ભારત ઉપર રશિયન ક્રૂડ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે
દબાણ બનાવી રહ્યું છે અને હાલમાં જ વેનેઝુએલામાં અમેરિકી હસ્તક્ષેપ બાદ રાજનીતિક બદલાવ
આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે વોશિંગ્ટન વેનેઝુએલાના
ક્રૂડને વૈશ્વિક બજારમાં વેચવા માટે તૈયાર છે. જેમાં ભારત પણ સામેલ છે. અમેરિકી ઊર્જા
મંત્રી ક્રિસ્ટોફર રાઇટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકા વેનેઝુએલાનાં ક્રૂડને
ફરીથી વહેવા દેશે પણ આ પ્રક્રિયા એવાં માળખા હેઠળ કરવામાં આવશે જેમાં વેચાણ અમેરિકી
સરકાર દ્વારા નિયંત્રિત અને બજારમાં વેચવામાં આવશે અને આવક વોશિંગ્ટનનાં ખાતામાં જમા
કરવામાં આવશે. રાઈટે કહ્યું હતું કે, અમેરિકા સાથે મળીને ક્રૂડ
વેચી શકાશે અથવા તો વેચી શકાશે નહીં. વેનેઝુએલાનાં ગયા નેતૃત્વ સંબંધિત અપરાધિક ગતિવિધિ
અને અસ્થિરતાને સમાપ્ત કરવા માટે જવાબદારી બતાવવામાં આવી છે. અમેરિકી નીતિ હેઠળ વેનેઝુએલાના
તેલ નિકાસ ઉપર અનિશ્ચિકાળ સુધી નિયંત્રણ રહેશે જ્યારે અમુક ખેપ બિન અમેરિકી ભાગીદારોને
પણ મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચાલુ અઠવાડિયે જ કારકાસ અને વોશિંગ્ટન વચ્ચે એક
સમજૂતી થઈ છે. જેમાં 30-50 મિલિયન બેરલ
વેનેઝુએલાનું ક્રૂડ અમેરિકાને નિકાસ કરવામાં આવશે. વેનેઝુએલા પાસે ટેન્ક અને જહાજમાં
લાખો બેરલ ક્રૂડ ફસાયેલું છે. જેને હવે અમેરિકી નિયંત્રણ હેઠળ વૈશ્વિક બજારમાં વેચવામાં
આવશે.