ભુવનેશ્વર, તા. 10 : ઓરિસ્સામાં એક ચાર્ટર્ડ પ્લેન
ક્રેશ થયું છે. રાઉરકેલા એરસ્ટ્રીપ પર થયેલા આ અકસ્માતમાં બે પાયલોટ સહિત છ લોકો ઘાયલ
થયા હતી જેમાં પાયલોટની હાલત ગંભીર ગણાવાઈ છે, અન્યો ખતરાથી બહાર છે. વિમાને ભુવનેશ્વરથી ઉડાન ભરી હતી દરમિયાન ઊતરણ પહેલાં
ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ભુવનેશ્વરથી ઉડાન ભર્યા બાદ ચાર્ટર્ડ પ્લેનને ટેકનિકલ ફોલ્ટને
કારણે લેન્ડિંગ પહેલાં જ ઇમરજન્સી ઉત્તરાણ કરવાની ફરજ પડી હતી જે પ્રયાસમાં વિમાન ક્રેશ
થયું હતું. વિમાનમાં બે પાયલોટ સહિત કુલ છ લોકો સવાર હતા. ઇન્ડિયા વન એર દ્વારા સંચાલિત
ચાર્ટર્ડ ફ્લાઇટ ભુવનેશ્વર એરપોર્ટથી રવાના
થઈ હતી. વિમાન રાઉરકેલા હવાઈ પટ્ટી પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ટેકનિકલ
ખામી સર્જાતા પાઇલટે કટોકટીનું ક્રેશ લેન્ડિંગ કરાવ્યું હતું. આ વિમાન ચાર્લી-208 ક્લાસ નવ સીટર હોવાનું જાણવા
મળે છે. અકસ્માતમાં ચાર મુસાફરો અને બે ક્રૂ સભ્યો ઘાયલ થયા છે.