• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ટ્રમ્પની પરવા નહીં : સસ્તું તેલ ભારતની પ્રાથમિકતા

નવી દિલ્હી, તા. 9 : રશિયા પાસેથી તેલખરીદી બદલ પ00 ટકા સુધી ટેરિફ લાદવાની જોગવાઈવાળા અમેરિકાના ખરડા પર પ્રતિક્રિયા આપતાં ભારતે શુક્રવારે મક્કમપણે કહ્યું હતું કે, કોઈનાં દબાણમાં અમે ઊર્જાનીતિ નહીં બદલીએ. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 140 કરોડ ભારતીયનાં હિતોની રક્ષા અમારી પ્રાથમિકતા છે. કોઈ પણ દેશ પાસે તેલ ખરીદશું. ભારત સરકાર અમેરિકાના રશિયા પર કડક પ્રતિબંધો મૂકતા નવા કાયદા પર સતત નજર રાખી રહી છે, તેવું જયસ્વાલે કહ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમારા દેશના લોકોની ઊર્જા સુરક્ષા જરૂરતોને પૂરી કરવા માટે અલગ-અલગ સ્રોતોમાંથી સસ્તી કિંમતમાં ઊર્જા મેળવવાની નીતિ બદલવાના નથી.  ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે દુનિયાભરની બજારો પર નજર રાખે છે. અમે કોઈ પણ બહારની તાકાતનાં દબાણમાં આવીને ઊર્જાનીતિ બદલવાના નથી, તેવું તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે હાલમાં જ રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદતા દેશો પર આકરા પ્રતિબંધો અને 500 ટકા ટેરિફની જોગવાઈ સાથેના ખરડાને લીલીઝંડી આપી છે. દરમ્યાન બાંગલાદેશમાં લઘુમતી સમુદાય પર હિંસા અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આવી હિંસા સામે કડક પગલાં જરૂરી છે. તાઈવાનની સીમા પાસે ચીની સૈન્ય અભ્યાસો પર વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના ઘટનાક્રમો પર ભારતની નજર છે. 

Panchang

dd