• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

850 સુસાઇડ ડ્રોન ખરીદવાની સેનાની તૈયારી

નવી દિલ્હી, તા. 8 : આધુનિક યુદ્ધનાં બદલતાં સ્વરૂપને ધ્યાને રાખીને ભારતીય સેના હવે ડ્રોન કેન્દ્રિત યુદ્ધ કૌશલ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. સેના આગામી સમયમાં  સુસાઈડ ડ્રોન સામેલ કરવા જઈ રહી છે. જે દુશ્મનનાં ઠેકાણાં ઉપર સીમા પાર જઈને સચોટ હુમલો કરવામાં સક્ષમ હશે. આ મેગા પ્રોજેક્ટની શરૂઆતી કિંમત 2,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જેના હેઠળ 850 જેટલા આત્મઘાતી ડ્રોન ખરીદવામાં આવશે. ભારતીય સેનાની નવી રણનીતિ હેઠળ 15-20 શક્તિબાણ રેજિમેન્ટ બનાવવામાં આવી રહી છે. આ વિશેષ રેજિમેન્ટ સ્વાર્મ ડ્રોન, સુસાઇડ ડ્રોન અને લાંબી દૂરીના યુએઇથી સજ્જ રહેશે. જેની મારક ક્ષમતા પાંચ કિલોમીટરથી 500 કિલોમીટર સુધીની હશે. આ સાથે જ દરેક ઇન્ફ્રેન્ટ્રી બટાલિયનમાં એક અશ્વિની પ્લાટૂન તૈયાર કરવામાં આવી રહી છે. જેનું કામ વિશેષ રૂપથી ઘાતક ડ્રોનનું સંચાલન કરવાનું હશે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દરેક સૈનિકને ડ્રોન ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે ઈગલ ઓન એવરી આર્મનો વિચાર રજૂ કર્યો છે. સેનાએ 850 સ્વદેશી કામિકાઝે (સુસાઇડ) ડ્રોન ખરીદવા માટે ફાસ્ટ ટ્રેક (ઝડપી) પ્રક્રિયા અપનાવવાનો નિર્ણય કર્યો છે. પારંપરિક પ્રક્રિયામાં ખરીદીમાં બે વર્ષ લાગતા હોય છે પણ ફાસ્ટ ટ્રેક મારફતે અમુક મહિનામાં જ ટ્રાયલ અને ઓર્ડર પૂરા કરવામાં આવશે. આ ઓર્ડર સૌથી નીચી બોલી લગાડનારી કંપનીઓ વચ્ચે 60:40ના રેશિયોમાં વહેંચવામાં આવશે. આ ડ્રોન જામિંગ અને ઇલેક્ટ્રોનિક હસ્તક્ષેપના વિસ્તારમાં પણ સચોટ નિશાન સાધવામાં સક્ષમ હશે.  

Panchang

dd