વોશિંગ્ટન, તા. 30 : અમેરિકામાં વધુ એકવાર ગોળીબારની લોહિયાળ ઘટના બની છે. કેલિફોર્નિયા
સ્થિત સ્ટોકટન શહેરમાં એક બાળકના જન્મદિવસ નિમિત્તે ઉજવણી દરમ્યાન ગોળીઓ છોડાતાં ચાર
લોકોના મોત થઇ ગયા હતા. આ ઘાતક હુમલામાં ગોળી વાગવાથી અન્ય 10 લોકો ગંભીર હદે ઘાયલ થયા હતા.
ઘટના સ્થળ પર મોજૂદ લોકોએ કહ્યું હતું કે, પહેલાં પાર્ટીમાં ફટાકડા ફૂટી રહ્યા છે, તેમ લાગ્યું
હતું. ઉપમેયર જેફાનલીએ જણાવ્યું હતું કે, ભારે દુ:ખદ ઘટના છે.
પીડિત પરિવારોને ન્યાય અને દરેક સંભાવ મદદ મળવી જોઇએ. હુમલાખોર નાસી છૂટયા હતા. આ ગોળીબાર
કયા કારણે થયો તે જાણવા તપાસ હાથ ધરાઇ હતી.