નવી દિલ્હી, તા. 30 : દિલ્હી પોલિસની
આર્થિક અપરાધ શાખાએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસનાં મોવડી નેતા સોનિયા ગાંધી તેમજ
સાંસદ રાહુલ ગાંધી સામે એફઆાઇઆર નોંધી હતી. આ એફઆઇઆરમાં અન્ય છ લોકોની સાથોસાથ એજેએલ, ડોટેકસ મર્ચેડાઇઝ અને યંગ ઇંડિયન, એમ ત્રણ કંપનીનાં નામ પણ સામેલ છે. આ તમામ પર છેતરપિંડી કરીને એસોસિયેટેડ જર્નલ્સ
લિમિટેડ (એજેએલ) હાંસિલ કરવાનો આરોપ છે. 2010માં એજેએલ પાસે લગભગ બે હજાર કરોડનાં મૂલ્યની સંપત્તિ હતી. કોલકાતાની
ડોટેકસ કંપનીએ યંગ ઇંડિયનને એક કરોડ રૂપિયા આપ્યા યંગ ઇંડિયાને કોંગ્રેસને 50 લાખ રૂપિયા આપીને એજેએલ પર
નિયંત્રણ મેળવી લીધું હતું. ખાસ ઉલ્લેખનીય છે કે,
એજેએલ કંપનીની આ છેતરપિંડીથી કબજો લેવાની ગતિવિધિમાં કોંગ્રેસની પણ સંડોવણીનો
આરોપ છે. યંગ ઇંડિયનમાં રાહુલ અને સોનિયા ગાંધીની 76 ટકા હિસ્સેદારી છે, દિલ્હી પોલિસ ટૂંક સમયમાં એજએલના શેર ધારકોની
પૂછપરછ કરી શકે છે. કોંગ્રેસે આ આરોપોને રાજકીય બદલાની કાર્યવાહી લેખાવી હતી અને જણાવ્યું
હતું કે, તેમને એફઆઇઆરની કોઇ જાણકારી નથી.