લંડન, તા. 4 : દુનિયાના 100 દેશ સુધી ફેલાયેલાં પ્રતિષ્ઠિત
હિંદુજા ગ્રુપના અધ્યક્ષ ગોપીચંદ હિંદુજાનું મંગળવારે 85 વર્ષની વયે લંડનમાં નિધન થઇ
ગયું હતું. હિંદુજા લાંબા સમયથી બીમાર હતા. મોટા ભાઇ શ્રીચંદ હિંદુજાના નિધન બાદ 2023માં તેમણે ગ્રુપની બાગડોર સંભાળી
હતી. કારોબારી જગતમાં ગોપીચંદને `જીપી'ના હુલામણાં નામે બોલાવાતાં હતાં. સિંધમાં એક
સિંધી વેપારી પરિવરમાં 1940માં જન્મેલાં ગોપીચંદ પરમાનંદ હિંદુજાએ ગ્રુપને વૈશ્વિકસ્તરે
મજબૂત બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. મુંબઇમાં 1959માં પરિવારના કારોબારમાં જોડાઇને
ગોપીચંદે ભરતીય-મધ્ય-પૂર્વની ટ્રેડિંગ કંપનીમાંથી બેંકિંગ, ફાયનાન્સ, ઊર્જા,
ઓટોમેટિવ ક્ષેત્રોમાં વૈશ્વિક ઉદ્યોગનું પાવર હાઉસ બનાવી દીધું હતું.