• બુધવાર, 12 નવેમ્બર, 2025

બંગાળ : બર્ધમાન રેલવે સ્ટેશન પર ભાગદોડ : ઘણા યાત્રી ઘાયલ

કોલકાતા, તા. 12 : પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર રવિવારની મોડી સાંજે અચાનક ભાગદોડ મચી જતાં 12 જેટલા યાત્રી ઘાયલ થઈ ગયા હતા. આ ઘટના બાદ સ્ટેશન પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત યાત્રીઓને બર્ધમાન મેડિકલ કોલેજની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નજેર જોનારા યાત્રીઓએ જણાવ્યું હતું કે, પ્લેફોર્મ નંબર 4,6 અને 7 પર એકસાથે ત્રણ ટ્રેન ઊભી હતી. ટ્રેનમાં બેસવાની હોડમાં યાત્રીઓએ દોટ મૂકી હતી. અચાનક ધસારાથી સીડીઓ પર ભીડ જામી હતી. ભાગદોડમાં ઘણા યાત્રીઓ પડી ગયા હતા અને તેમના પરથી બીજા યાત્રીઓ દોડીને ટ્રેનો તરફ ભાગ્યા હતા. પોલીસે ભાગદોડનું કારણ જાણવા માટે તપાસ આદરી હતી. 

Panchang

dd