નવી દિલ્હી, તા. 10 : રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે સામેથી માંગ કરીને પોતાને સૌથી મોટા દાવેદાર લેખાવ્યા પછી શાંતિનું
નોબેલ પારિતોષિક નહીં અપાતાં અમેરિકા ગુસ્સે ભરાયું હતું. વ્હાઇટહાઉસ તરફથી પ્રતિક્રિયામાં
એવો આરોપ મુકાયો હતો કે, શાંતિના સ્થાને
રાજનીતિને વધુ મહત્ત્વ આપે છે, તેવું નોબેલ સમિતિએ આજે વધુ એકવાર
સાબિત કરી આપ્યું છે. હકીકતમાં ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરતા રહ્યા છે કે, નોબેલ શાંતિ પુરસ્કાર તેમને જ મળવો જોઇએ. રશિયા સહિત દેશોએ પણ ટ્રમ્પની પાત્રતાનો
પક્ષ ખેંચ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જાહેરમાં પોતે સાત યુદ્ધ રોકાવી ચૂક્યા છે તેવો
દાવો કરતા રહ્યા છે અને હવે રશિયા-યુક્રેનનું યુદ્ધ પણ રોકાવશે તેવું કહેતા રહ્યા છે.