• મંગળવાર, 23 એપ્રિલ, 2024

વિશ્વની સૌથી મોટી અન્નસંગ્રહ યોજના મંજૂર

નવી દિલ્હી, તા. 31 (અમારા પ્રતિનિધિ?તરફથી) : કેન્દ્રીય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં સહકારિતા ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી રૂા. એક લાખ કરોડની અન્ન ભંડારણ યોજનાને મંજૂરી આપવા સહિતના અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠક વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કુલ 1450 લાખ ટન સંગ્રહ ક્ષમતા છે અને હવે 700 લાખ ટન સંગ્રહની ક્ષમતા સહકારિતા ક્ષેત્રમાં શરૂ થશે. આપણે લગભગ એક લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ ક્ષમતા યોજના શરૂ?કરશું અને આગામી પાંચ વર્ષમાં સંગ્રહ ક્ષમતા વધીને 2150 લાખ ટન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અન્ન સંગ્રહ યોજના એટલા માટે જરૂરી છે. કારણ કે, ભારત વિશ્વમાં ખાદ્યાન્નના સૌથી મોટા ઉત્પાદક દેશમાંનો એક છે. જો કે, ઉત્પાદનની સરખામણીએ હાલમાં માત્ર 47 ટકા જ સંગ્રહની ક્ષમતા છે. ઠાકુરે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં અનાજ સંઘરવા માટે વિશ્વમાં સહુથી મોટી યોજના માટે પ્રધાનોની સમિતિ રચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કૃષિ, ગ્રાહક બાબતો, અન્ન અને નાગરિક પુરવઠો તેમજ અન્ન પ્રક્રિયા ઉદ્યોગ સાથે મળીને આ સ્કીમને અંતિમરૂપ આપશે. આ સ્કીમને વ્યવસાયિક રીતે, સમયબદ્ધ રીતે અને સમાન ધોરણે અમલમાં મૂકવા માટે કેન્દ્રનું સહકાર ખાતું વિવિધ રાજ્યોમાંથી ચૂંટી કાઢેલા કમ સે કમ દસ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ પ્રકલ્પનો પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકશે. આ પાયલટ પ્રોજેક્ટ મારફતે વિવિધ પ્રદેશોની જરૂરિયાતને જાણવામાં મદદ મળશે. તેના આધારે આ યોજનાને આખા દેશમાં અમલમાં મૂકવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang