નવી દિલ્હી, તા. 19 : ઓનલાઇન સટ્ટેબાજીના
મામલામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ ટેક્નોલોજી જગતની દિગ્ગજ કંપનીઓ ગૂગલ અને
મેટાને નોટિસ આપી, 21 જુલાઇના પૂછપરછ માટે બોલાવી
હતી. ઇડી દ્વારા આરોપ મુકાયો છે કે, ગૂગલ અને મેટાએ ઓનલાઇન વિજ્ઞાપન, પ્રસારની સુવિધા આપી,
જે ગેરકાયદે સટ્ટેબાજી અને નાણાંની ગેરકાયદે હેરફેર જેવા અપરાધોમાં સામેલ
છે. ફિલ્મી સિતારાઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પર પણ આવી એપ્સના પ્રચારમાં સામેલ
હોવાના આરોપ છે. હવે આ પ્રકરણની તપાસનો રેલો ટેકજગતની વિશ્વસ્તરની દિગ્ગજ કંપનીઓ સુધી
પહોંચતાં મામલો વધુ ગંભીર બની ગયો છે. ઇડીની આ કાર્યવાહી ઓનલાઇન સટ્ટેબાજી વિરુદ્ધ
જારી વ્યાપક અભિયાનનો જ એક હિસ્સો છે. એ સ્પષ્ટ થયું છે કે, તપાસ
હવે મોટાપાયે થઇ રહી છે. અનેક એપ્સ ખુદને કૌશલ્યની રમતો લેખાવે છે, પરંતુ હકીકતમાં આવી એપ્સ ગેરકાયદે સટ્ટેબાજીમાં સંડોવણી ધરાવે છે.