• રવિવાર, 20 જુલાઈ, 2025

ઘૂસણખોરો સામે પગલાં લેવાશે જ : મોદી

નવી દિલ્હી, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહાર અને બંગાળ બે રાજ્યોનો પ્રવાસ કર્યો હતો. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં સભા સંબોધતાં વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી થશે. ભાજપ કોઇ જ ષડયંત્રને સફળ થવા નહીં દે, તે મોદીની ગેરંટી છે. તૃણમૂલ કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે ઘૂસણખોરીને ઉત્તેજન આપ્યું છે. બંગાળી અસ્મિતાનું એકમાત્ર સંરક્ષક ભાજપ છે, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. મોદીએ વીજળી, રસ્તા, રેલ, ગેસ, તેલ સાથે જોડાયેલી અનેક પાંચ હજાર કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની પાયાવિધિ, પ્રારંભ કરાવ્યાં હતાં. બીજી તરફ બિહારના મોતીહારીમાં સભા સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને રાજદની સરકારોએ હંમેશાં બિહારને લૂંટવાનું કામ કર્યું છે. સાત હજાર કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓની પાયાવિધિ અને ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને બિહાર માટે ચાર અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી પણ આપી હતી. રાજદના લોકો કદી રોજગાર નહીં આપી શકે. રોજગાર આપવાના નામે આપની જમીન પોતાનાં નામે કરાવી લેશે, તેવા પ્રહાર મોદીએ કર્યા હતા. મોદીનો સંકલ્પ છે કે, `સમૃદ્ધ બિહાર દરેક યુવાનને રોજગાર' તેવું કહેતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે બદલાની રાજનીતિ ખતમ કરી છે. 

Panchang

dd