અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે તથા વિધાનસભા વિરોધપક્ષના
નેતા તુષાર ચૌધરીને બનાવાયા છે. શક્તાસિંહનાં રાજીનામા બાદ આંકલાવના ધારાસભ્ય અમિત
ચાવડાની પસંદગી કરાઈ છે. અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતાસિંહ
સોલંકીના મામાના દીકરા છે. તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેઓ 2018થી 2021 દરમિયાન આ જવાબદારી સંભાળતા
હતા. ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર
અને લાલજી દેસાઇ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા. મહત્ત્વનું છે કે, કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારનાં પરિણામો જાહેર થયાના
ચાર કલાકમાં જ શક્તાસિંહે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.
શક્તાસિંહનાં સ્થાને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારને કાર્યકારી પ્રદેશ
પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જે બાદ ગત 10 જુલાઇના ગુજરાતના દિગ્ગજ નેતાઓને દિલ્હી ખાતે હાઇકમાન્ડનું તેડું
આવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડકે અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથેની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ
પ્રદેશ પ્રમુખનાં નામ બાબતે ઉંડાણપૂર્વકની ચર્ચા- વિચારણા અને પરામર્શ થયો હતો. જે
બાદ આજે 17 જુલાઇના અમિત ચાવડાની પ્રદેશ
પ્રમુખ તરીકે અને તુષાર ચૌધરીને વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે જાહેરાત કરવામાં આવી
છે. આ ફેરફારોને આગામી 2027ની વિધાનસભા
ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાની કવાયત તરીકે
જોવામાં આવી રહ્યા છે. એન્જિનીયર એવા અમિત ચાવડા છેલ્લી 5ાંચ ટર્મથી ઓબીસી નેતા તરીકે ઉભરી આવ્યા
છે. તેઓ 2004થી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે
ચૂંટાતા આવે છે. તેઓએ 2019થી 2021 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના
પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી છે. આ સાથે તેઓ જાન્યુઆરી-2023થી આજદિન સુધી અર્થાત જુલાઇ
2025 સુધી વિધાનસભામાં વિપક્ષના
નેતા રહ્યા છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અમરાસિંહ ચૌધરીના પુત્ર અને એમબીબીએસનો અભ્યાસ
કરનારા ડો. તુષાર ચૌધરી 2002 અને 2022માં ધારાસભ્ય રહ્યા છે, જ્યારે 2004 અને 2009માં લોકસભામાં સંસદસભ્ય ચૂંટાયા
હતા. તેઓએ 2009થી 2012 સુધી કેન્દ્રમાં મંત્રી તરીકેની
જવાબદારી પણ નિભાવી હતી.