• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

મોટા કપાયા ગામે યોજાયેલા કેમ્પમાં આંખ રોગની 28 શત્રક્રિયા કરાશે

મુંદરા, તા. 30 : તાલુકાના મોટા કપાયા ગામે તમામ રોગોની ચકાસણીનો નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. આંખોના રોગની સારવાર અને નિ:શુલ્ક ઓપરેશન કેમ્પમાં કુલ 110 દર્દીની તપાસણી કરવામાં આવી હતી, જેમાં 28 દર્દીના જુદા જુદા ઓપરેશન કરાશે. કે.સી.આર.સી. (અંધજન મંડળ) હોસ્પિટલ ભુજ, ગાયત્રી પરિવાર નલિયા તથા જૈન મહાજન મોટા કપાયા અને મુંબઇ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ તપાસણી કે.સી.આર.સી. (અંધજન મંડળ-ભુજ)ના નિષ્ણાત?ડો. ઇરફાનભાઇ?કાનિયાએ કરી હતી. દર્દીઓને સમજ આપીને નિદાન બાદ દવા-ટીપાં સંસ્થા તરફથી નિ:શુલ્ક અપાયા હતા. મોતિયાનાં-વેલનાં ઓપરેશનલાયક 18 દર્દીને કે.સી.આર.સી. આઇ હોસ્પિટલ ભુજમાં ટાંકા વગરનાં ઓપરેશન અમદાવાદના ઓપ્થેલ સર્જન ડો. આસિત પટેલ મારફત સંસ્થા દ્વારા નિ:શુલ્ક કરી અપાશે. ઓપરેશન બાદ દવા, ટીપાં, કાળા ચશ્મા પણ મફત અપાશે. ઉપરાંત 26 દર્દીને ચેકઅપ કર્યા બાદ ચશ્મા સંસ્થા તરફથી?ટોકન ચાર્જમાં અપાયા હતા. પડદાવાળા બે દર્દી કે ફુલાવાળા બે દર્દીના તદ્દન રાહતભાવે ઓપરેશન માટે તથા એમની વધારે જરૂરી તપાસ માટે ત્રણ દર્દીને કે.સી.આર.સી. આઇ હોસ્પિટલ ભુજમાં બોલાવવામાં આવશે. ત્રાંસી આંખવાળા એક બાળકનું ઓપરેશન, જામરવાળા બે દર્દી, છારીવાળા ત્રણ દર્દી તથા પડદાવાળા કે કીકીવાળા ખૂબ જ જરૂરિયાતમંદોનાં ઓપરેશન તથા વધારે જરૂરી મોંઘી સારવાર પણ કચ્છ અથવા કચ્છ બહાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મી આઇયા સાર્વજનિક ચેરિ. ટ્રસ્ટ નલિયા દ્વારા નિ:શુલ્ક કરી અપાશે. કેમ્પમાં આયોજન વ્યવસ્થા અને પ્રચાર-પ્રસારમાં મુખ્યત્વે સહયોગ હરેશભાઇ ઠક્કર, પચાણભાઇ ગઢવી, જયંતીલાલ જેઠાલાલ મામણિયાનો રહ્યો હતો. સરપંચ નવલસિંહ પઢિયાર, જયંતીભાઇ મામણિયા, નવીનભાઇ?શિવજી મહેશ્વરી, સુનીલભાઇ કોચરા, નવલસિંહ રેલડિયા, લક્ષ્મીચંદભાઇ?ગોગરી સહિતનાઓએ પણ ખૂબ જ મહેનત કરી હતી. કે.સી.આર.સી. ભુજ હોસ્પિટલના મેનેજર અરવિંદસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઇશ્વરભાઇ?ડામોરે જવાબદારી સંભાળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang