અમદાવાદ, તા.10 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં
2027 માં જાન્યુઆરીમાં યોજાનારા
વાઇબ્રન્ટ સમિટ પહેલા રાજ્યમાં ઓક્ટોબર 2025 થી ચાર ઝોનમાં મીની વાઇબ્રન્ટ યોજવાનું રાજ્યના ઉદ્યોગ વિભાગ
દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આ મીની વાઇબ્રન્ટ યોજવાની વિધિવત જાહેરાત મુખ્યમંત્રી
ભુપેન્દ્ર પટેલ જુલાઈ 2025 ના મધ્ય ભાગમાં
કરશે તેમ આજે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતાસિંહ રાજપુતે જણાવ્યું હતું ઉદ્યોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર
ગુજરાતમાં મહેસાણા, સૌરાષ્ટ્ર
ઝોનમાં રાજકોટ, મધ્ય ગુજરાતમાં વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં સુરત
ખાતે મીની વાઇબ્રન્ટ યોજવામાં આવશે. ત્યારબાદ તમામ જિલ્લા પ્રમાણે વાઇબ્રન્ટ સમિટ યોજવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન રાજ્યની નજીક આવેલા બીજા રાજ્યોને
ઔદ્યોગિક ગૃહોને વાઇબ્રન્ટ સમિટ માં આમંત્રણ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું
કે ગત વખતે જિલ્લા પ્રમાણે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન રૂપિયા 45000 કરોડના એમઓયુ થયા હતા.