• મંગળવાર, 17 જૂન, 2025

27 રાજ્યમાં વકર્યો કોરોના : 6815 કેસ

નવી દિલ્હી, તા. 10 : કોરોના મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત દેશના 27 રાજ્યોમાં ફેલાઈ ગયો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 324 નવા કેસ નોંધાતાં 6815 લોકો કોરોના સામે લડી રહ્યા છે, તો 5422 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે ત્રણ દર્દીનાં મોત થયાં હતાં. આમ જાન્યુઆરીથી અત્યાર સુધી 68 જણે કોરોનાથી જીવ ગુમાવ્યા છે. એક મીડિયા હેવાલ મુજબ, કેરળમાં સૌથી વધુ 2053 કેસ છે. ગુજરાતમાં 1207, પશ્ચિમ બંગાળમાં 747 અને દિલ્હીમાં 691 સક્રિય કેસ છે. ગુજરાતમાં કોરોનાના કેસો દિવસોદિવસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 223 કોરોનાના કેસો નોંધાતા કોરોનાના કુલ કેસો 1332 થયા છે, જેમાંથી 1207 કોરોનાના સક્રિય કેસ છે, જેમાં 23 દર્દી હોસ્પિટલમાં અને 1204 કોરોનાના દર્દી હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. સરકારી ચોપડે મંગળવારે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલની મળેલી માહિતી મુજબ આજે 55 વર્ષના વૃદ્ધનો કોરોનાથી મૃત્યુ નોંધાતા અત્યાર સુધી કોરોનાથી કુલ 5ાંચ મૃત્યુ થયા છે. રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ હજુ પણ કોરોનાના કેસોના આંકડા અને મૃત્યુના આંક છુપાવી રહ્યા હોય તેમ જણાઈ રહયું છે. બીજી બાજુ સરકાર હાલ ઉત્સવો અને ચૂંટણીમાં પડી હોવાથી કોરોના સંદર્ભે હાલ ગંભીર નહીં હોવાનો આક્ષેપ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd