નવીદિલ્હી,
તા. 19 : વર્ષ
2019થી બંધ કૈલાસ માનસરોવર યાત્રા માટે કુમાઉં મંડલ વિકાસ
નિગમ જોરશોરથી તૈયારીમાં લાગી ગયું છે. આ વખતે ટનકપુર-પિથોરાગઢ-ઘારચૂલાનાં માર્ગેથી
5 ટુકડીમાં 250 શિવભક્તો
કૈલાસ જશે. જો કે આ વખતની યાત્રા 2019ની
તુલનામાં મોંઘી પડશે કારણ કે ચીને વિઝા શુલ્ક વધારી દીધો છે. 30 જૂનથી શરૂ થતી આ પવિત્ર યાત્રાનું પહેલું દળ દિલ્હીમાં
મેડિકલ ચકાસણી અને અન્ય ઔપચારિકતા પૂરી કરશે પછી પ જુલાઈએ ટનકપુર પહોંચશે. આ વખતે યાત્રા
2019ની તુલનામાં 17થી
20 હજાર રૂપિયા જેટલી મોંઘી થશે. પહેલા યાત્રા હલ્દાની
કાઠગોદામનાં માર્ગેથી થતી હતી. પિથૌરાગઢનાં લિપુલેખનાં રસ્તેથી યાત્રાનો ખર્ચ પ્રતિ
વ્યક્તિ 1.84 લાખ જેટલો
થશે. આમાં કુમાઉં મંડલ વિકાસ નિગમનાં 51 હજાર, દિલ્હીમાં મેડિકલ અને ઈકો તપાસ ઉપરાંત વિઝા શુલ્ક સહિત 10400 અને ચીનમાં 1100 ડોલર
એટલે કે આશરે 95 હજાર રૂપિયા ચીનને ચૂકવવાનાં થશે.
જે 2019માં આશરે 77000 રૂપિયા જેટલો શુલ્ક ચીન વસૂલતો હતો. આમાં તેમાં વધારો
થવાથી હવે યાત્રા વધુ મોંઘી પડશે.