• સોમવાર, 16 જૂન, 2025

વ્હાઈટ હાઉસમાં `આતંકી'ઓને પ્રવેશ !

વોશિંગ્ટન, તા. 18 : અમેરિકામાં રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી બાદ દુનિયામાં નવા સમીકરણો રચાયા છે. ટ્રમ્પ કયારે શું અનહોની કરશે તે કહી શકાતું નથી. દુનિયાને ચોંકાવતા ટ્રમ્પના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસમાં હવે આતંકી અને જેહાદી સંગઠનો સાથે સંકળાયેલા લોકોની એન્ટ્રી થઈ છે! ટ્રમ્પ પ્રશાસને વ્હાઈટ હાઉસના એડવાઈઝરી બોર્ડ ઓફ લે લીડર્સમાં બે એવી વ્યક્તિને નિયુક્ત કરી છે જેમના કથિતરૂપે ઈસ્લામિક જેહાદી સંગઠનો સાથે સંબંધ રહ્યા છે. તેમાંથી એક ઈસ્માઈલ રોયર છે જે પહેલા રેંડેલ રોયર નામે જાણીતો હતો અને બીજો જાયતુના કોલેજનો સહસંસ્થાપક શેખ હમજા યુસૂફ છે. રોયરનો આતંકવાદી સંગઠન લશ્કરે તોયબા સાથે સીધો સંબંધ હોવાનું કહેવાય છે. તેમની નિયુક્તિએ ભારત સહિત  અનેક દેશોને ચોંકાવ્યા છે. રોયર પર વર્ષ 2000માં પાકિસ્તાનમાં લશ્કરે તોયબાના ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધાનો અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ રહ્યાનો આરોપ છે. ટ્રમ્પના નજીકના સાથી અને દક્ષિણપંથી કાર્યકર લારા લુમરે આ નિયુક્તિ સામે વાંધો ઉઠાવી તેને ગાંડપણ ગણાવ્યું છે. ઈસ્માઈલ રોયરને વર્ષ 2004માં અમેરિકાની એક કોર્ટે આતંકવાદી ગતિવિધિઓમાં દોષિત ઠેરવી 20 વર્ષની સજા ફટકારી હતી. તે વર્જિનિયા જેહાદી નેટવર્ક સાથે જોડાયેલો હતો. 20 વર્ષની સજામાં તેણે 13 વર્ષ જેલમાં વીતાવ્યા છે. લારા લુમરે શેખ હમજાની નિયુકિત સામે પણ વાંધો ઉઠાવી કહ્યું કે, તે મુસ્લિમ બ્રધરહૂડ અને હમાસ જેવા સંગઠનો સાથે જોડાયેલો રહ્યો છે. તેણે જેહાદની અસલ પરિભાષાને છુપાવવા પ્રયાસ કર્યો છે. તેની કોલેજમાં શરિયા કાયદાનું શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થા ઈસ્લામિક કટ્ટરવાદને પોષે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd