• મંગળવાર, 17 જૂન, 2025

કોરોનાએ ફરી ફૂંફાડો મારતાં અમેરિકામાં નવી રસીને મંજૂરી

નવી દિલ્હી, તા. 18 : દુનિયાને માંડ જેનાથી છુટકારો મળ્યો છે તે કોરોનાએ એશિયામાં ફરી ફૂંફાડો મારતાં ચિંતા છવાઈ છે. હોંગકોંગ અને સિંગાપોર જેવા દેશમાં કોરોનાના કેસમાં એકાએક ભારે વધારો થયો છે ત્યારે અમેરિકાએ નવી રસીને મંજૂરી આપી છે. કોરોનાના કેસમાં વધારા માટે વાયરસના કોઈ નવા સ્વરૂપને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી, પરંતુ જાણકારો અનુસાર સમય સાથે કોરોના રસીની અસર ઓસરી રહી છે, જેથી કેસમાં વધારો થયો હોઈ શકે છે. દરમિયાન અમેરિકાએ કોરોનાની નવી વેકિસનને મંજૂરી આપી છે. નોવાવેકસ નિર્મિત નુવૈકસોવિડ નામની રસી 6પ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે કારગર હોવાનો દાવો કરાયો છે તથા 1રથી 64 આયુ વર્ગમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે. નિષ્ણાતોએ કોરોના સંક્રમણથી બચવા વેકિસનના બૂસ્ટર ડોઝ લેવા પર ભાર મૂકયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd