• શનિવાર, 20 એપ્રિલ, 2024

40 મેડિકલ કોલેજની માન્યતા રદ

નવી દિલ્હી, તા. 30 : કેન્દ્ર સરકારે દેશની 40 મેડિકલ કોલેજની માન્યતા રદ કરી દીધી છે, જ્યારે આવી 150 જેટલી મેડિકલ કોલેજ હજુ પણ રડાર પર છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મેડિકલ કોલેજોમાં તપાસ દરમ્યાન અનેક પ્રકારની ખામીઓ જોવા મળી હતી જેની માન્યતા રદ કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમિશનના યુજી બોર્ડે તપાસ દરમ્યાન આ મેડિકલ કોલેજોમાં ખામીઓ શોધી કાઢી હતી. આ પછી જ તેમની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં જે 40 મેડિકલ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે તે તમામ ગુજરાત, આસામ, પુડુચેરી, તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળની છે. હાલમાં અન્ય મેડિકલ કોલેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો આ કોલેજોમાં પણ તપાસ દરમ્યાન ધારાધોરણ?પ્રમાણે કામગીરી નહીં થતી હોય તો તેમની માન્યતા પણ રદ થઇ?શકે છે. બાયોમેટ્રિક હાજરી જેવી અન્ય ખામીઓ જોવા મળી હતી. આ કોલેજોમાં કેમેરા, બાયોમેટ્રિક હાજરી, ફેકલ્ટી વગેરે જેવી મહત્ત્વની બાબતોનો અભાવ જણાતાં નેશનલ મેડિકલ કમિશને આ પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કોલેજોમાં ગત મહિના દરમ્યાન કરવામાં આવેલી તપાસ દરમ્યાન આ ખામીઓ જોવા મળી છે. જો કે, અત્યાર સુધી જે કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. તેમની પાસે અપીલ કરવાનો વિકલ્પ છે. જો તેઓ ઇચ્છે તો તેઓ માન્યતા રદ થયાના આગામી 30 દિવસમાં નેશનલ મેડિકલ કમિશનને પ્રથમ અપીલ કરી શકે છે, જ્યારે આ કોલેજો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને બીજી અપીલ કરી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang