• બુધવાર, 30 એપ્રિલ, 2025

ટીંગાટોળી કરીને ધારાસભ્યોને બહાર કઢાયા !

બેંગ્લુરુ, તા. 21 : કર્ણાટક વિધાનસભામાં શુક્રવારે ભારે હંગામા વચ્ચે લઘુમતી કોન્ટ્રાક્ટરોને સરકારી ટેન્ડરોમાં ચાર ટકા અનામત આપતો ખરડો પસાર કરાયો હતો. જે સાથે મંત્રીઓ અને ધારાસભ્યોના પગાર-ભથ્થામાં 100 ટકા વધારાનો ખરડો પણ પસાર કરી દેવાયો હતો. આરક્ષણ તેમજ હનીટ્રેપ મુદ્દે ભાજપ ધારાસભ્યોએ ધમાલ કરી હતી. માર્શલોએ સભ્યોને ટીંગાટોળી કરીને ગૃહની બહાર કર્યા હતા. 18 ધારાસભ્યને છ મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. મીડિયા અહેવાલો અનુસાર, મુખ્યમંત્રીનો પગાર 7000થી વધારી દોઢ લાખ અને મંત્રીઓનો 60 હજારથી વધારી સવા લાખ તથા ધારાસભ્યોનો 40 હજારથી વધારી 80 હજાર કરવા પ્રસ્તાવ છે. મુસ્લીમ અનામત અંગેના ખરડાને પસાર કરાવતી વખતે ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરતા ખરડાની નકલો ફાડીને સ્પીકર તરફ ફેંકી હતી. ભાજપના ધારાસભ્યોએ આ અનામતને ગેરબંધારણીય ગણાવ્યું છે. ભાજપાએ કહ્યું કે, આ ખરડાને કાનૂની રીતે પડકારવામાં આવશે. રાજ્યની સત્તાધારી કોંગ્રેસ સરકારે બચાવ કર્યો છે કે, આ ખરડો લઘુમતી સમાજને સામાજિક ન્યાય અને આર્થિક તકો આપશે. પગાર-ભથ્થામાં કરવામાં આવેલા વધારા મુજબ પૂર્વ ધારાસભ્યોનું તબીબી ભથ્થું રૂ. પ000થી વધારી ર0 હજાર કરવા પ્રસ્તાવ મૂકાયો છે તથા ક્ષેત્રિય પ્રવાસ ભથ્થું 60 હજારથી વધારી 80 હજાર કરવામાં આવશે. ટ્રેન અને હવાઈ ટિકિટ વર્ષે ર.પ લાખથી વધારી 3.પ લાખ રૂપિયા કરવા પ્રસ્તાવ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd