• બુધવાર, 30 એપ્રિલ, 2025

ટ્રમ્પે શિક્ષણ વિભાગને માર્યું તાળું

વોશિંગ્ટન, તા. 21 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને બંધ કરવાના એક આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પે હસ્તાક્ષર બાદ જણાવ્યું હતું કે, અમેરિકા લાંબા સમયથી બાળકોને સારું શિક્ષણ આપી રહ્યું નથી.તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા વિશ્વના કોઇ પણ અન્ય દેશ કરતાં શિક્ષણ પર સૌથી વધુ ખર્ચ કરે છે પરંતુ સફળતાની જ્યારે વાત આવે ત્યારે સૂચિમાં સૌથી નીચલા ક્રમે હોય છે. શિક્ષણ વિભાગ સુધારા કરવામાં નિષ્ફળ રહ્યો છે હવે તે કાયમ માટે સમાપ્ત થઇ જશે. વ્હાઇટ હાઉસના આંકડા અનુસાર શિક્ષણ વિભાગ છેલ્લા 40 વર્ષમાં ભારે ખર્ચ છતાં અપેક્ષિત પરિણામ મેળવવામાં અને શિક્ષણમાં સુધારો લાવવામાં તદ્દન નિષ્ફળ રહ્યો છે. 1979થી આજ સુધી અમેરિકાના શિક્ષણ વિભાગે ત્રણ ટ્રિલિયન ડોલર (આશરે 259 લાખ કરોડ)થી વધુનો ખર્ચ કર્યો છે. આટલા ખર્ચ છતાં 13 વર્ષનાં બાળકોના ગણિત અને વાંચનનું સ્તર સૌથી નીચું છે. ચોથા ધોરણના દસમાંથી છ અને આઠમા ધોરણના આશરે ત્રણ ચતુર્થાંશ બાળકો ગણિતમાં નબળા છે. જો કે, 1979માં બનાવવામાં આવેલ શિક્ષણ વિભાગને કોંગ્રેસની મંજૂરી વિના બંધ કરી શકાશે નહીં. રિપબ્લિકને કહ્યું કે, તેઓ વિભાગ બંધ કરવા માટે એક ખરડો રજૂ કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd