• બુધવાર, 30 એપ્રિલ, 2025

પ્રધાનમંત્રી આવાસ (ગ્રામ્ય)ના લાભાર્થીને 50 હજાર રૂા. વધારાની સહાય

અમદાવાદ, તા. 21 : વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂા. 4700 કરોડની અંદાજપત્રીય માંગણીઓ બહુમતિથી પસાર કરાઈ હતી. દરમ્યાનમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂ. 50,000 વધારાની સહાય આપશે.2025-26 દરમિયાન રાજ્યમાં વધુ 5950 સ્વ-સહાય જૂથોની રચના કરાશે. સ્કીમ ઐમ્ડ એટ હોલિસ્ટિક આસીસ્ટન્સ ટુ સખીસ (એસએએચએએસ) યોજના હેઠળ સ્વસહાય જૂથોની બહેનોની બેંક લોન માટે સરકાર  પોતે ગેરન્ટર બનશે અને મનરેગા યોજના હેઠળ આગામી વર્ષે કુલ 516 લાખ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે. મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના આવાસ વિહોણા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2024-25માં 2.24 લાખથી વધુ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે.  ગામડાઓમાં વસતી બહેનોને સ્વનિર્ભર બનાવવા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં 8362 સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવી છે. આગામી વર્ષે રાજ્યમાં વધુ 5950 સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd