ઇસ્લામાબાદ, તા. 21 : બલુચ આર્મીના
હુમલાઓ બાદ પાકિસ્તાનમાં આતંકવાદે અરાજકતા
સર્જી નાખી છે. ખૈબર પખતુંખ્વા પ્રાંતમાં વધુ એકવાર ગોળીબારમાં સાત આતંકવાદી
માર્યા ગયા હતા. આ ઘર્ષણમાં પાકિસ્તાની સૈન્યના એક કેપ્ટનનું પણ મોત થયું હતું. મુખ્યમંત્રી
અલી અમીને આતંકવાદી ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. દક્ષિણી વજિરિસ્તાનની સીમા
પાસે ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના કર્રીમલંગ વિસ્તારમાં ઘર્ષણ સર્જાયું હતું. ત્રણ પાકિસ્તાની
સૈનિક ઘાયલ થયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,
ખૈબર પખતુંખ્વામાં 11500થી વધુ આંતકવાદી ઘૂસી ચૂક્યા છે.