કોલકત્તા તા.20 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ
ભારતીય મૂળના અમેરિકી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને ભારતની પુત્રી ગણાવતાં તેમને દેશના
સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન એનાયત કરવા માગ કરી છે. તેમણે કહયું કે સુનીતાએ અંતરિક્ષમાં
9 મહિના રહીને મુશ્કેલ પડકારોનો સામનો કર્યો
છે. તેમને ભારત રત્ન પુરસ્કાર આપવો જોઈએ.