અમદાવાદ, તા. 19 (પ્રતિનિધિ): ગુજરાત રાજ્યના
પોલીસ વડાએ આપેલ આદેશ અન્વયે ગુજરાત પોલીસે કુલ 7612 ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરી છે. જેમં 3264 બૂટલેગરો, 516 જુગરા, 2149 શરીરસંબંધી, 958 મિલકત સંબંધી, 179 માઇનીંગ સંબંધી
અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા
ઇસમો પર વોચ રાખીને તેમના ગેરકાયેસર દબાણો, ગેરકયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને
તેના અનધિકૃત્ત નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે. આગામી સમયમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટાકયતી પગલાં, 200 જેટલા ડીમોલીશન
અને 225 જેટલા કાયદેસર વીજ જોડાણ દૂર
કરવામાં આવશે.બીજી બાજુ ગુજરાતના 15 એવા કુખ્યાત ગુનેગારોની યાદી સ્ટેટ મોનિટારિંગ સેલ (એસએમસી)
દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં જુગાર, દારૂ, કેમિકલ ચોરી સહિતના ગુનાઓમાં કરોડો રૂપિયા ભેગા
કરી પોતાની મિલકતો ભેગી કરનાર લોકોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદના
મનપસંદ ક્લબ, સરદારનગરનો સાવન, ક્રિકેટ
સત્તાનો માસ્ટરમાઈન્ડ ટોમી ઊંઝા કે જેનો બંગલો સિંધુભવન રોડ પર હોય તેવું સામે આવ્યું
છે. જેમાં પણ ગેરકાયદે બાંધકામ હોવાનું એસએમસીએ શોધી કાઢ્યું છે. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ દારૂ-જુગાર, સટ્ટો, કેમિકલ ચોરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરીને કરોડો
રૂપિયા કમાનારા આરોપીઓની મિલકતો સામે હવે પોલીસે લાલ આંખ કરી છે .