• બુધવાર, 30 એપ્રિલ, 2025

ચંદ્રયાન-5 મિશનને સરકારની મંજૂરી

નવી દિલ્હી, તા. 17 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઇસરો)ના અધ્યક્ષ વી. નારાયણને એક મહત્ત્વના સમાચાર આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્રની સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મહત્ત્વાકાંક્ષી મિશનમાં જાપાન ભારતનું સહયોગી બનશે. ચંદ્રયાન-5 ચન્દ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામ વજનવાળું રોવર સાથે લઇ જશે. વધુમાં, નારાયણને કહ્યું હતું કે, 2027માં લોન્ચ થનારાં ચંદ્રયાન-4 મિશનનો હેતુ ચંદ્રની માટીના નમૂના લાવવાનો છે. ગગનયાન સહિત અનેક મિશનો ઉપરાંત, અવકાશમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપવા સહિતની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે, તેવું તેમણે ઉમેર્યું હતું. કેબિનેટ તરફથી વીતેલાં વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રયાન-4 મિશનને મંજૂરી અપાઇ હતી. આ મિશન પર 2104 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ મિશન હેઠળ અવકાશયાનમાં પાંચ અલગ- અલગ મોડયુલ હશે. 2023માં ચંદ્ર પર મોકલાયેલાં ચંદ્રયાન-3માં એન્જિન, લેન્ડર અને રોવર એમ ત્રણ મોડયુલ હતાં. ચંદ્રની કક્ષામાં પહોંચ્યા પછી ચંદ્રયાન-4નાં મુખ્ય અવકાશયાનથી અલગ થઇ બે મોડયુલ સપાટી પર ઊતરાણ કરશે.  મિશનમાં બે અલગ-અલગ રોકેટનો ઉપયોગ કરાશે. ચંદ્રયાન-4 મિશનના બંને મોડયૂલ અલગ થયા પછી ચંદ્રની સપાટી પર ઉતરાણ કર્યા બાદ ત્યાંથી માટીના નમૂના લાવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd