• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

આંતરરાષ્ટ્રીય ક્રિમીનલ કોર્ટ પર પ્રતિબંધની અમેરિકાની તૈયારી

વોશિંગ્ટન, તા.10 : અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ગુરુવારે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (આઈસીસી) પર પ્રતિબંધો લાદવા સંબંધિત ખરડો પસાર કર્યો હતો. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ વિરુદ્ધ આઈસીસી દ્વારા ધરપકડ વોરંટ જારી કર્યા બાદ અમેરિકાએ આ પગલું ભર્યું છે. ખરડાના સમર્થનમાં 243 સાંસદે મતદાન કર્યું હતું જ્યારે 140 સાંસદ તેના વિરોધમાં રહ્યા હતા. સમર્થન આપનારાઓમાં રિપબ્લિકન પાર્ટીના 198 સાંસદ અને ડેમોક્રેટિક પાર્ટીના 45 સાંસદ હતા. કોઈ પણ રિપબ્લિકન સાંસદે બિલનો વિરોધ કર્યો ન હતો. ઉલ્લેખનીય છે કે આઈસીસીએ નેતન્યાહૂ અને ગેલન્ટ વિરુદ્ધ યુદ્ધ ગુનાઓ, માનવાધિકાર ઉલ્લંઘન અને ગાઝામાં નરસંહાર માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ગૃહ દ્વારા બિલ પસાર થયા પછી, તેને હવે ઉપલા ગૃહ, સેનેટમાં રજૂ કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે અમેરિકા આ પહેલાં પણ આઈસીસી પર પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન આઈસીસી પર પ્રતિબંધો લાદ્યા હતા. જોકે બાયડને રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પ્રતિબંધો હટાવી લીધા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd