ભુજ, તા. 30 : વિશ્વના પ્રવાસી
નકશામાં ટોચનું સ્થાન મેળવનારા ધોરડો ખાતેના રણોત્સવને પ્રવાસીઓ માણી શકે તે માટે ગુજરાત
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદ
એરપોર્ટથી ધોરડોની વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. કચ્છના ધોરડો ખાતેના રણોત્સવને દૂર
દૂરથી આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માણી શકે અને પ્રવાસનને પણ વેગ મળે તેવા આશયથી વાહન
વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેવા આવતીકાલ તા.
1લી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે જેમાં આ વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટ?પરથી વહેલી સવારે
6 વાગ્યે ઉપડશે જે સાંજે 4 વાગ્યે ધોરડો પહોંચશે.