નવી દિલ્હી, તા. 6 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઐતિહાસિક
વિજયની વધામણી આપતાં રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પને `એક્સ' પરથી સંદેશમાં લખ્યું હતું કે, `દિલથી વધામણી મારા દોસ્ત ટ્રમ્પ'. ટ્રમ્પને
બીજીવાર નેતૃત્વ મળ્યું છે, ત્યારે ભારત અને
અમેરિકા વચ્ચે વ્યાપક રણનીતિક સહભાગિતાને નવી ઊંચાઇ સુધી લઇ જવા માટે ઉત્સુક છું, તેવું
મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાને ટ્રમ્પના અગાઉના કાર્યકાળની સફળતાઓનો ઉલ્લેખ કરતાં
કહ્યું હતું કે, આ ભાગીદારી વૈશ્વિક શાંતિ,
સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્ત્વની
ભૂમિકા ભજવશે. ડેમોક્રેટિક પાર્ટીનાં ભારતવંશી ઉમેદવાર કમલા હેરિસને હાર આપીને ઐતિહાસિક
વિજય મેળવનારા ટ્રમ્પને વિશ્વભરમાંથી વધામણીઓ મળવા માંડી હતી.