• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ટ્રમ્પ 2.0 ઐતિહાસિક સત્તાવાપસી

વોશિંગ્ટન, તા. 6 : વૈશ્વિક મહાસત્તા એવા અમેરિકાની તીવ્ર પ્રચારયુદ્ધની સાક્ષી બનેલી ચૂંટણીમાં મોટો વિજય મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં ઐતિહાસિક વાપસી કરી છે. 78 વર્ષના રિપબ્લિકન નેતાએ 277 ઈલેક્ટોરલ મત મેળવીને ભારતીય મૂળનાં ડેમોક્રટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ (224 ઈલેક્ટોરલ મત)ને હરાવ્યા હતા અને 2020 બાદ ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા હતા. તેઓ 47મા રાષ્ટ્રપતિ બન્યા છે. રિપબ્લિકન પાર્ટીએ સેનેટમાં પણ 51 મત સાથે જીત મેળવી લીધી છે. ડેમોક્રેટિક પાર્ટીને 42 મત મળ્યા હતા. અમેરિકામાં છેલ્લા 130 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, અગાઉ ચૂંટણી હારી ચૂકેલા પૂર્વ રાષ્ટ્રપતિ ફરી પૂર્ણ બહુમત સાથે સત્તામાં પરત ફર્યા હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિશ્વના નેતાઓએ ટ્રમ્પને અભિનંદન આપ્યાં હતાં. અમેરિકામાં મતપત્રકોની વિસ્તૃત ગણતરીમાં થોડા દિવસો લાગી જશે. 26 નવેમ્બર સુધી ઉત્તર કેરોલિના અને નેવાદા જેવા રાજ્યોની મતગણતરી ચાલશે, જો બાયડને ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ ચિત્રમાં આવેલાં કમલા માટે આ હાર આઘાતજનક છે. કારણ કે, અમુક સર્વેક્ષણો તેમની જીતના દાવા કરતા હતા. ટ્રમ્પનો ચાર વર્ષનો કાર્યકાળ હવે છેલ્લો હશે. કારણ કે, અમેરિકામાં બંધારણીય સુધારા મુજબ કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદે બે વખતથી વધુ સમય રહી શકતી નથી. અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને મેલેનિયાની વાપસી થઈ છે. અર્થતંત્ર, મોંઘવારી, ગેરકાયદે ઘૂસણખોરો, વૃદ્ધ બાયડનની નબળાઈ-ઢીલી નીતિઓ, વિદેશનીતિ, ગ્રેટ અમેરિકા, સરહદો સીલ જેવા મુદ્દે ટ્રમ્પ કમલા પર ભારે પડયા છે. કમલા હેરિસ ચૂંટણીનાં મેદાનમાં બાયડનની પીછેહટ બાદ મોડાં ઉતર્યાં તેને પણ પરાજય સાથે જોડવામાં આવે છે. ટ્રમ્પ પર ગોળીબારને ચૂંટણીનો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવે છે. ભારે રસાકસી ભરેલી અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનાં બુધવારે જાહેર થયેલાં પરિણામ પર દુનિયાભરની નજર હતી. ચૂંટણી પ્રચાર વખતે જીવલેણ હુમલાથી આબાદ ઉગરી ગયેલા રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મોટો અપસેટ સર્જતાં બહુમત માટે જરૂરી ર70 (કુલ પ38) ઇલેક્ટોરલ વોટનો આંક પાર કર્યો હતો. છેલ્લી સ્થિતિએ તેમણે ર77 વોટ જીત્યા છે. ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના અમેરિકી કમલા હેરિસ માટે પરિણામ ચોંકાવનારું રહ્યંy. કારણ કે, પહેલીવાર તમામ સાત સ્વિંગ સ્ટેટ રિપબ્લિકન પાર્ટીએ જીત્યા છે. અમેરિકામાં પ0 રાજ્ય છે, જેમાં મોટાભાગના રાજ્ય દરેક ચૂંટણીમાં એક જ પાર્ટીને વોટ આપે છે, પરંતુ સ્વિંગ સ્ટેટ નોર્થ કેરોલિના, એરિઝોના, મિશિગન, વિસ્કોન્સિન, પેન્સિલ્વેનિયા, જ્યોર્જિયા અને નેવાડાનું વલણ અકળ હોય છે, જે આ વખતે ટ્રમ્પ તરફી રહ્યા છે. ચૂંટણીમાં કમલા હેરિસનો કારમો પરાજય થયો છે. પરિણામ સ્પષ્ટ થતાં તેમણે પોતાની પ્રસ્તાવિત રેલીઓ રદ કરી અને સમર્થકો પરત ચાલ્યા ગયા હતા. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પનું પુનરાગમન ગત ચૂંટણીમાં પરાજય બાદ મોટો અપસેટ છે. અમેરિકાના મોટાભાગના એક્ઝિટપોલ ફેલ થયા છે. મોટાભાગના પોલમાં કમલાને આગળ દર્શાવાયાં હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang