• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ભૂલથી ગોળી છૂટતાં ગોવિંદા ઘાયલ

મુંબઈ, તા.1 : બોલીવૂડ અભિનેતા ગાવિંદાને પગમાં ગોળી વાગવાથી ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેની તબીયતમાં સુધારો છે. અભિનેતાએ પોતાના પ્રશંસકોને એક ઓડિયો સંદેશ પાઠવી તબીયત વિશે ચિંતા ન સેવવાનો અનુરોધ કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગોવિંદાના ખબરઅંતર જાણ્યા હતા. સૂત્રો અનુસાર પોલીસે ગોવિંદાની રિવોલ્વર કબજે લીધી હતી. પોલીસની એક ટીમે ગોવિંદાના નિવાસે જઈને તપાસ પણ કરી હતી. આ ઘટના આજે વહેલી સવારે 4.45 વાગ્યાના અરસામાં બની હતી જેમાં રિવોલ્વર સાફ કરતી વખતે અચાનક જ તેમાંથી ગોળી ચાલી જતાં તે ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓ વહેલી સવારે કોલકાતા જવા નીકળી રહ્યા હતા તે અગાઉ આ ઘટના બની હતી. ઓપરેશન બાદ તેમના પગમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે. અભિનેતા હાલ ખતરાની બહાર છે. પોલીસે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે ગાવિંદા ઘરમાં એકલા હતા. તેમની પાસે લાઇસન્સવાળી રિવોલ્વર છે. રિવોલ્વરથી ભૂલથી ગોળી નીકળી હતી, જે તેમના પગમાં વાગી હતી. આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. તમારા સૌના આશીર્વાદથી હું ઠીક છું. ભૂલથી ગોળી નીકળી હતી, જેને ઓપરેશન બાદ દૂર કરવામાં આવી છે. પ્રાર્થનાઓ માટે ડોકટરો અને તમારા બધાનો આભાર. એમ ગોવિંદાએ એક ઓડિયો સંદેશમાં જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang