• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

કોઈ શક ? મિથુનદાને ફાળકે સન્માન

નવી દિલ્હી, તા. 30 : પ્રતિભાશાળી બોલીવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિને જગતના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે, તેવી જાણકારી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે આપી હતી. આ એલાનની જાણ થતાં જ ભાવુક બની ગયેલા પદ્મશ્રી મિથુનદાએ એવોર્ડ પરિવાર અને પ્રશંસકોને અર્પણ કરતાં કહ્યું કે, મારી પાસે બોલવા માટે શબ્દો નથી. કદી વિચાર્યું નહોતું કોલકાતાના રસ્તાઓ પર ચાલીને આ જગ્યા પર પહોંચીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ `એક્સ' પરથી મિથુનને અભિનંદન આપતાં કહ્યું હતું કે આપ સાંસ્કૃતિક આઈકોન છો. આપના અભિનયની પેઢીઓએ પ્રશંસા કરી છે. ત્રણ નેશનલ એવોર્ડ જીતનાર અને 350થી વધુ ફિલ્મમાં કામ કરનાર મિથુન ચક્રવર્તીને આઠમી ઓક્ટોબરના દિવસે 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ?સમારોહમાં સન્માનિત કરાશે. પાંચ દાયકાની કારકિર્દીમાં હિન્દી, બાંગ્લા, તમિલ, તેલુગુ, કન્નડ, ઓડિયા, ભોજપુરી ફિલ્મોમાં કામ કરીને મિથુને જબરી ચાહના મેળવી હતી. મિથુને કારકિર્દીની શરૂઆત `મૃગયા' ફિલ્મ સાથે કરીને પહેલી જ ફિલ્મમાં નેશનલ એવોર્ડ જીત્યો. કોલકાતામાં 16 જૂન 1950ના દિવસે જન્મેલા મિથુનનું અસલી નામ ગૌરવ હતું. તેમણે રસાયણ વિજ્ઞાનમાં સ્નાતક કર્યું પછી નકસલવાદી પણ બની ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang