• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કેન્દ્રની ટીમ નુકસાનીનો સર્વે કરશે

અમદાવાદ, તા. 4 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે લોકોનાં ઘરોમાં તેમજ ખેતરોમાં પાણી ઘુસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નુકશાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો છે. નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને આવેદન મોકલાશે. તેમજ કેન્દ્ર સરકારની ટીમ સંભવત: આગામી સપ્તાહે ગુજરાત આવશે અને ગુજરાતમાં કેન્દ્રની ટીમ નુકશાનીનો સર્વે કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ટીમમાં છ સભ્યો હશે.કેન્દ્રિય ટીમના સર્વેના આધારે આગામી તા.16-17 સપ્ટેમ્બરે ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસરગ્રસ્ત 14 જિલ્લા માટે સહાય જાહેર કરે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. અહીં નોંધવું ઘટે કે, ગુજરાતમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી છે. ગુજરાતમાં પુરનાં લીધે 49 લોકોનાં મોત થયા હતા. તેમજ 14 જીલ્લામાં અસર થઈ હતી. તેમજ પુરનાં કારણે 1.69 લાખ લોકોને 8 કરોડથી વધુ કેશ ડોલ્સ ચૂકવાઈ છે. જેમાં 50,111 કુટુંબોને રકમ ચૂવવામાં આવી છે. જ્યારે 22 માનવ મૃત્યુમાં પણ ચૂકવણું થયું છે. જ્યારે 49 ના મૃત્યું થયા હતા. જેઓને હવે સહાય ચૂકવાશે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે 4773 મકાનો ડેમેજ થતા તેઓને પણ રકમ ચૂકવાઈ છે.  રાજ્યમાં રાજસ્થાનમાં અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન તૈયાર થયું હતું. જે ડિપ્રેશન કચ્છ થઈને અરબ સાગરમાં નીકળી ગયું હતું. ગુજરાતમાં 118 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang