• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

નેપાળની ગુસ્તાખી : ચલણમાં છાપશે ભારતીય ક્ષેત્રો

કાઠમંડુ, તા. 4 : ભારતનો પાડોશી દેશ નેપાળ એક મોટી ગુસ્તાખી કરવા જઈ રહ્યો છે. નેપાળ સરકારે પોતાની નવી ચલણી નોટોમાં ભારત સાથે વિવાદિત ક્ષેત્રોની તસવીરો છાપવા નિર્ણય લીધો છે. નેપાળની કેન્દ્રીય બેન્ક નેપાળ રાષ્ટ્ર બેન્ક ર0રપ સુધીમાં નવી ચલણી નોટો છાપવાની યોજના પર કામ કરી રહ્યું છે. જેમાં ભારત સાથેના વિવાદીત ક્ષેત્રોની તસવીરો છાપવા નિર્ણય લેવાયાનું મીડિયા અહેવાલોમાં સામે આવતાં ઘેરા પડઘા પડયા છે. નેપાળની આવી ગુસ્તાખીનો ઉદ્દેશ કાલાપાની, લિપુલેખ, લિમ્પિયાધુરા જેવા વિવાદિત ક્ષેત્રોને પોતાના દેશના ગણાવવાનો છે. ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી આ ક્ષેત્રો અંગે વિવાદ ચાલી રહયો છે. નેપાળ રાષ્ટ્ર બેન્કના સંયુક્ત પ્રવકતા દિલીરામ પોખરેલ અનુસાર, બેન્કે આ દિશામાં પ્રક્રિયા શરૂ કરી છે. આ નિર્ણય 3 મેના તત્કાલિન વડાપ્રધાન પુષ્પ કમલ દાહાલ પ્રચંડનાં નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો હતો. બેન્કે નવી ચલણી નોટો છાપવાની પ્રક્રિયા પહેલેથી જ આગળ વધારી દીધી છે. જે 6 મહિનાથી એક વર્ષમાં પૂરું કરાશે. નેપાળે આ પહેલા એક રાજકીય નક્શો જારી કર્યો હતો જેમાં આ વિવાદિત ક્ષેત્રોને પોતાના ગણાવ્યા હતા. ભારત તરફથી  આ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પણ નેપાળે પોતાના તમામ સત્તાવાર દસ્તાવેજોમાં તેનો ઉપયોગ કર્યો હતો. નેપાળ પાંચ ભારતીય રાજ્ય સાથે સરહદ ધરાવે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang