• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

વર્લ્ડ બેન્કે જીડીપી વૃદ્ધિનું અનુમાન વધાર્યું

નવી દિલ્હી, તા.3 : આર્થિક મોરચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. વિશ્વ બેન્કે કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ માંગમાં સુધારાનાં જોરે ચાલુ નાણાકીય વર્ષ 2024-2પમાં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો દર સાત ટકા રહેવાનું અનુમાન આપ્યું છે. આ પહેલા જૂન માસમાં વર્લ્ડ બેન્કે ભારતનાં જીડીપી વૃદ્ધિદરનું અનુમાન 6.6 ટકા લગાવ્યું હતું. વિશ્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પડકારજનક વૈશ્વિક માહોલ છતાં ભારતની વૃદ્ધિમાં મજબૂતી જોવા મળે છે. વર્લ્ડ બેન્કનાં વરિષ્ઠ અર્થશાત્રી રેન લીએ કહ્યું હતું કે, ચોમાસુ તથા વ્યક્તિગત ખપતમાં સુધારો થવાનાં કારણે ભારતનાં જીડીપી વૃદ્ધિનાં અનુમાનમાં સુધારો કરવામાં આવ્યો છે. વિશ્વ બેન્કે ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ રિપોર્ટમાં કહ્યું છે કે, દક્ષિણ એશિયાનાં સૌથી મોટા દેશ ભારતનો વૃદ્ધિદર 2024-2પમાં 7 ટકા રહેવાની ધારણા છે. કૃષિ ક્ષેત્રનાં પ્રદર્શનમાં સુધારાનાં કારણે ઉદ્યોગમાં આવેલો મામૂલી ઘટડાની આંશિક ભરપાઈ થઈ ગઈ છે. સર્વિસ ક્ષેત્રમાં પણ મજબૂતી બરકરાર રહેવાની ધારણા છે. આ સાથે જ વર્લ્ડ બેન્કે કહ્યું છે કે, મધ્યમ ગાળામાં અર્થતંત્રની વૃદ્ધિ મજબૂત રહેશે. 30 ઓગસ્ટના સરકારી આંકડા અનુસાર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિદર ઘટીને 6.7 ટકા આવ્યો હતો. કારણ કે દેશની લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતા દરમિયાન સરકારી ખર્ચમાં ઘટાડો થયો હોય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang