• મંગળવાર, 09 જૂન, 2026

ભચાઉ નજીક દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 8 : ભચાઉ નજીક એક કંપની પાછળ સીમ વિસ્તારમાં બંદૂક લઇને ફરતા એક શખ્સને પોલીસે પકડી પાડયો હતો. ભચાઉ નજીક આવેલી અણુશક્તિ કંપની પાછળ સીમ વિસ્તારમાં ભચાઉ હિંમતપુરાનો અસલમ ઉર્ફે કારા જુસબ નારેજા નામનો શખ્સ બંદૂક લઇને ફરી રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી અને કાચા રસ્તેથી આવી રહેલા આ શખ્સને પકડી પાડયો હતો. તેની પાસે અગ્નિશત્ર અંગે પરવાનો ન હોવાથી તેની પાસેથી 53 ઇંચની દેશી બંદૂક રૂા. 5000વાળી જપ્ત કરવામાં આવી હતી. તેણે બંદૂક ક્યાંથી લીધી હતી ? કેવા આશયથી પોતાની પાસે રાખી હતી ? તે કાંઇ જ બહાર આવ્યું નથી.

Panchang

dd