• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ભુજ તાલુકાનાં ગામમાં યુવતીની છેડતી

ભુજ, તા. 18 : તાલુકાના એક નાના ગામની યુવતીની છેડતી કરી બસ સ્ટેન્ડમાં તેના ફોટા ચોંટાડી ખરાબ લખાણ લખી બદનામ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પદ્ધર પોલીસ મથકે યુવતીએ આરોપી રમેશ પૂંજાભાઇ વાસુ (મારવાડા) (રહે. અવધનગર-કુકમા) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી છેલ્લા ચારેક વર્ષથી બદઇરાદાથી તેનો પીછો કરતો હતો અને 17મીના સાંજે શેરીમાં એકાંતનો લાભ લઇ?ખરાબ ઇશારા કરી ફરિયાદીનો હાથ પકડી છેડતી કરી હતી તેમજ ફરિયાદીને બદનામ કરવા બસ સ્ટેન્ડ ઉપર ફરિયાદીના ફોટા ચોંટાડી ખરાબ લખાણ લખ્યું હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે 354 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang